AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : CMની હાજરીમાં જસદણ ભાજપનો જૂથવાદ આવ્યો સામે ! કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર થયા આક્ષેપ

જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અલ્પેશ રૂપારેલિયાએ કેબિનેટ પ્રધાન પર આક્ષેપ કર્યા હતા. તેમણે કુંવરજી બાવળિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જસદણમાં 2 દિવસ પૂર્વે થયેલી મારામારીની ઘટનામાં પોતે સામેલ નહી હોવા છતાં તેનું પોલીસ ફરિયાદમાં નામ છે

Rajkot : CMની હાજરીમાં જસદણ ભાજપનો જૂથવાદ આવ્યો સામે ! કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર થયા આક્ષેપ
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 24, 2023 | 7:30 AM
Share

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગત 22 એપ્રિલે રાજકોટની મુલાકાતે હતા અને દિવસ દરમિયાન રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રાજકોટમાં બાલાજી મંદિર ખાતે ભાજપના મહાસફાઈ અભિયાનની શરૂઆત પણ કરાવી હતી. ત્યારબાદ અટલબિહારી ઓડીટોરિયમમાં ભાજપના વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં CMના અધ્યક્ષ સ્થાને શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદનો કાર્યક્રમ હતો. ભાજપના આ સંવાદ કાર્યક્રમમાં મીડિયાને એન્ટ્રી નહોતી. ત્યારે સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં સીએમની હાજરીમાં જ જસદણ ભાજપનો જૂથવાદ સામે આવ્યો હતો.

અલ્પેશ રૂપારેલિયાએ બાવળિયા પર કર્યા ગંભીર આક્ષેપ

આ કાર્યક્રમમાં જસદણ ભાજપનો જૂથવાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સામે આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અલ્પેશ રૂપારેલિયાએ કેબિનેટ પ્રધાન પર આક્ષેપ કર્યા હતા. તેમણે કુંવરજી બાવળિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જસદણમાં 2 દિવસ પૂર્વે થયેલી મારામારીની ઘટનામાં પોતે સામેલ નહી હોવા છતાં તેનું પોલીસ ફરિયાદમાં નામ છે. બુટલેગર કોઈના રાજકીય સપોર્ટ વગર આ ફરિયાદ ન થઈ શકે જેમાં કુંવરજી બાવળિયાએ સપોર્ટ કર્યાનો આક્ષેપ અલ્પેશ રૂપારેલિયાએ કર્યો હતો.

મારામારીની બની હતી ઘટના

આ વિવાદના મૂળની વાત કરીએ તો જસદણના શાંતિનિકેતન સ્કૂલ દ્વારા સ્કૂલની બાજુની જમીનમાં દબાણ અંગે RTI એક્ટિવિસ્ટ સુરેશ છાયાણીએ RTI કરી હતી.જે મુદ્દે ભાજપના કાર્યકર અને સ્કૂલના માલિક કમલેશ હીરપરા અને RTI એક્ટિવિસ્ટ વચ્ચે મારામારી થઈ હતી.જેમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી.સામસામે ફરિયાદમાં કમલેશ હીરપરાની સાથે અલ્પેશ રૂપારેલિયા પણ સામેલ હોવાના આક્ષેપ થયા હતા અને તેમની સામે પણ FIR થઈ છે.

આ પણ વાંચો : વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત CMએ લીધી રાજકોટની મુલાકાત, સૌરાષ્ટ્રના રોડ રસ્તાની ફરિયાદ બાબતે સ્થાનિક નેતાઓને કરી ટકોર

અલ્પેશ રૂપારેલિયાનો આક્ષેપ છે કે, કમલેશ હીરપરા તેમના મિત્ર હોવાથી સુરેશ છાયાણીએ તેમનું નામ પણ FIRમાં નોંધાવ્યું. તેમણે બાવળિયા સામે આક્ષેપ કર્યો હતો કે સુરેશ છાયાણીને કુંવરજી બાવળિયાનો સપોર્ટ હોવાનું પણ જણાવ્યુ છે. મહત્વનું છે કે, જસદણ ભાજપના જ બે મોટા નેતાઓના જૂથના કાર્યકર્તાઓ વચ્ચે અવાર નવાર વિવાદો થતાં રહે છે, ત્યારે ફરી એક વાર જૂથવાદ સામે આવ્યો છે અને એ પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જ સામે. આવનારા દિવસોમાં બંને જૂથના કાર્યકર્તાઓ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરે તેવી પણ શક્યતા રહેલી છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આ બંને જૂથના જૂથવાદનો અંત લાવવા શું પગલાં લેવામાં આવે તે હવે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">