Breaking News : વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે રાહતના સમાચાર, 12 જૂન કન્યા કેળવણીની ઉજવણીથી નવી ઈ-પાસ સીસ્ટમ અમલમાં આવશે
રાજ્યમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. 12 જૂનના રોજ રાજ્યમાં કન્યા કેળવણીની ઉજવણીથી નવી ઈ- પાસની સિસ્ટમ અમલ કરવામાં આવશે.

Gandhinagar : રાજ્યમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઇ પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. 12 જૂનના રોજ રાજ્યમાં કન્યા કેળવણીની ઉજવણીથી નવી ઈ- પાસની સિસ્ટમ અમલ કરવામાં આવશે. અંદાજે 2.32 લાખ મુસાફરો તથા 4.92 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે. છતા પણ વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકિનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : Gandhinagar : જ્ઞાનસેતુ ડે સ્કુલ અંગે સરકાર કરી શકે છે પાછી પાની, સરકાર બદલવા જઈ રહી છે નિર્ણય, જુઓ Video
રાજ્યમાં વિદ્યાર્થીઓ અને રોજીંદા મુસાફરોને નિગમ દ્વારા હાલની પાસ સિસ્ટમમાંથી પાસ આપવામાં આવે છે. હાલમાં કાર્યરત સિસ્ટમ મુજબ વિદ્યાર્થીઓએ નિગમનના કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવવાનુ હોય છે. ત્યારબાદ આ અરજી પત્રક મેન્યુઅલી ભરવાનું રહે છે. અરજી પત્રક ભર્યા બાદ જે તે શૈક્ષણિક સંસ્થાના સહી સિક્કા કરાવવાના રહે છે. ત્યારબાદ નિગમના કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપી રોકડ ચુકવણી કર્યા બાદ પાસ મેળવી શકાય છે. આ કામગીરીમાં વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાએ લાઈનમાં ઊભા રહી કામગીરી કરવાનું હોય તેમના કીમતી સમયનો વ્યય થાય છે.
વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટનું ઓપ્શન આપવામાં આવશે
નિગમના રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવુ ન પડે અને ઓનલાઈન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીઓના ઈ-વેરિફિકેશન થકી તુરંત જ પાસ મેળવી શકાય તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ઈ- સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે છે.
ઈ-પાસ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દૈનિક મુસાફરોને ઓનલાઈન કે ઓફલાઈન પેમેન્ટનું ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓના કિસ્સામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આ એપ્લિકેશનનું વેરિફિકેશન પણ જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન અથવા ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આપવામાં આવશે.
નિગમ દ્વારા હાલમાં પાસ વેરીફિકેશન માટે નિગમના પ્રીન્ટીંગ પ્રેસમાં છપાતી પ્રીપ્રીન્ટેડ સ્ટેશનરી પર પ્રિન્ટ આપવાની થતી હોવાથી ચુકવણી કર્યા બાદ વિદ્યાર્થીઓ અને મુસાફરો નિગમના કોઈપણ કાઉન્ટર પરથી પાસની પ્રિન્ટ મેળવી શકશે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો