AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ભીમનાથ ધોલેરા રેલવે લાઇન માટે જમીન સંપાદન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાશે, ધોલેરામાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડલ પર 600 યુનિટ બંધાશે

Gandhinagar: નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક મળી હતી. જેમા ગુજરાત સહિત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.

Gandhinagar : ભીમનાથ ધોલેરા રેલવે લાઇન માટે જમીન સંપાદન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાશે, ધોલેરામાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડલ પર 600 યુનિટ બંધાશે
Kinjal Mishra
| Edited By: | Updated on: May 30, 2023 | 5:53 PM
Share

Gandhinagar: દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી અને ઉદ્યોગમંત્રી દ્વારા આયોજિત નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. જેમા ગુજરાત સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો કે પીએમ મોદીના ન્યુ ઈન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ કે સેક્ટર સ્પેસિફિક ઈકો સિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા SIR સુસજ્જ છે. નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીનીદ્વીતિય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો હતો.

ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ SPV રચવામાં આવી

એપેક્સ કમિટીની આ દ્વિતીય બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ મંત્રીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને વાસ્તવિક રૂપ આપવા માટે ધોલેરા SIRને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ધોલેરા SIRના અક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની SPV રચવામાં આવેલી છે તેની ભૂમિકા આ બેઠકમાં આપી હતી.

એક્ટિવેશન એરિયામાં PMAYની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડલ પર 600 યુનિટ બાંધવામાં આવશે

તેમણે ધોલેરા SIRની ગતિવિધિઓની પ્રગતિ અંગેની વિગતો આ બેઠકમાં આપતા જણાવ્યું કે, આ એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટિઝ નિર્માણ પૂર્ણાતાને આરે છે અને SPV દ્વારા ઉદ્યોગ સાહસિકોને જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ધોલેરા SIRમાં સ્કૂલ, હોસ્પિટલ, હોટલ અને રેસિડેન્શિયલ ટાઉનશીપ વગેરે વિકસાવવા માટે વિવિધ પ્રપોઝલ મળી છે, તેની છણાવટ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક્ટિવેશન એરિયામાં PMAYની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડેલ પર 600 યુનિટ બાંધવામાં આવશે. તેમણે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ NHAI દ્વારા નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેમાં 38 ટકાથી વધુની પ્રગતિ થઈ હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ગુજરાત સરકાર NHAIને જરૂરી બધી જ મદદ પૂરી પાડશે.

ભીમનાથ ધોલેરા રેલવે લાઇન પ્રોજેક્ટની જમીન સંપાદન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થશે

આ ઉપરાંત ધોલેરા SIRના સર્વાંગી વિકાસ માટે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડી.એફ.સી. સાથે તેને જોડવા માટે ભીમનાથ-ધોલેરા રેલવે લાઈન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ અન્વયે અમદાવાદ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનને ભીમનાથ સ્ટેશનથી ઘોલેરા SIR સુધીના કામોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળેલી છે. આ હેતુસર ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન માટે જરૂરી કુલ જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં છે અને વહેલી તકે પૂર્ણ કરાશે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમય મર્યાદામાં પુરા કરવા NHAIને રાજ્ય સરકાર બધી જ મદદ પૂરી પાડશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સરના વિકાસ માટે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની ઉપયોગીતા સંદર્ભે જણાવ્યું કે, ધોલેરાનો ડેવલપમેન્ટ પ્લાન, લેન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગતોને જીઓ રેફરન્સ્ડ કરીને પી.એમ. ગતિશક્તિ ગુજરાત પોર્ટલ ઉપર મેપ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ધોલેરા એરપોર્ટ તેમજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમય મર્યાદામાં પુરા કરવા એપેક્ષ ઓથોરિટી દ્વારા સમયાંતરે માર્ગદર્શન મળે તે માટે કેન્દ્રીય નાણામંત્રીને અનુરોધ કર્યો હતો. ઉપરાંત અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની આવશ્યક મંજુરી આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar: નવી દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં 8મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલે દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી વધારવા પર મુક્યો ભાર

મુખ્યમંત્રીએ માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટમાં સામેલ કરવા હેતુ જરૂરી કાર્યવાહી કરવા માટેનો અનુરોધ પણ અપેક્ષ ઓથોરિટીને કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહકારથી જ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અને તે અંતર્ગત ધોલેરા SIRનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ શક્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર, ધોલેરા SIRના સી.ઈ.ઓ. અને પ્રવાસન સચિવ હારિત શુક્લા અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર  સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">