AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં 11 માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ, કુલ 16 લાખ 76 હજાર 739 વિદ્યાર્થીઓની કસોટી

રાજ્યમાં તા. 11 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમા તારીખ 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. રાજ્યભરના 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે.

રાજ્યમાં 11 માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ, કુલ 16 લાખ 76 હજાર 739 વિદ્યાર્થીઓની કસોટી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2024 | 6:00 PM
Share

રાજ્યમાં 11 માર્ચથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાઓને શાંતિપૂર્ણ રીતે અને સારા વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના ગેરરીતિના બનાવો ન બને તેને લઈને બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

11 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 31 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યુ કે આગામી 11 થી 22 માર્ચ દરમિયાન 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમા રાજ્યભરના 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 32 હજાર 073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 89 હજાર 279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમા 1 લાખ 37 હજાર 700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ મળીને રાજ્યમાં 16 લાખ 76 હજાર 739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપનાર છે.

  • ધોરણ 10માં 981 કેન્દ્રો અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા
  • ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા
  • રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર 31 માર્ચે સવારે 10 થી 4 દરમિયાન ગુજકેટની પરીક્ષા
  • પરીક્ષા ખંડ કે પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ કે અન્ય ઈલે. ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ
  • તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ
  • પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષાકેન્દ્ર પર પહોંચે તે માટે ST ના વિશેષ રૂટની વ્યવસ્થા
  • ગેરરીતિ કરનારા દોષિતને 3 વર્ષ થી 5 વર્ષની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ
  • PATA એપ દ્વારા પ્રશ્નપત્રની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યા સુધી ટ્રેકિંગની વ્યવસ્થા

વધુમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યુ કે પરીક્ષા પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે.

વાલીઓને ખોટી અફવામાં ન આવવા અને સજાગ રહેવા કરાઈ અપીલ

પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોસિયલ મિડિયામાં ગેરમાર્ગે દોરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી. તેમણે કહ્યું હતું કે, મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.

પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત સાબિત થતા ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.200000/- સુધીના દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં આવી રહ્યુ છે નવુ અપડેટ, હવે કોઈ નહીં ખોલી શકે તમારી સિક્રેટ ચેટ, WhatsApp Web યુઝર્સને મળશે નવુ ફિચર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">