ગુજરાતની કોરોના રસીકરણમાં સિધ્ધિ, 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

ગુજરાતની કોરોના રસીકરણમાં સિધ્ધિ, 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો
Achievement in Corona vaccination in Gujarat 90 Percent of people were given first dose of the vaccine (File Photo)

ગુજરાતમાં આજ સુધી રસી લેવા પાત્ર 90 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે લગભગ 47 ટકા એટલે કે 2.32 કરોડને લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 21, 2021 | 6:30 PM

ગુજરાતના(Gujarat)  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે(Rushikesh Patel)  ગુરુવારે કહ્યું કે રાજયમાં રસી લેવા પાત્ર 90 ટકા લોકોને કોરોના રસીનો(Corona Vaccine) પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 47 ટકા લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi)  નેતૃત્વ હેઠળ અત્યાર સુધીમાં દેશના 100 કરોડ રસીના ડોઝ આપવાની સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રસીકરણ અભિયાનના પડકાર અંગે વાત કરી અને  કહ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આ અભિયાન સફળ રહ્યું છે.

આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત પણ પાછળ નથી રહ્યું. ગુજરાતમાં 4 જિલ્લા એવા છે કે જ્યાં 100 ટકા રસીકરણ થયું છે. તો બીજી તરફ એવા જિલ્લાની સંખ્યા પણ વધુ છે કે જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે.

સમાચાર એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં 4.93 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે અને કોરોના રસી લેવા માટે લાયક છે.

જેમાં આજ સુધી રસી લેવા પાત્ર 90 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે લગભગ 47 ટકા એટલે કે 2.32 કરોડને લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. હું લોકોને આગળ આવવાની વિનંતી કરું છું જેથી અમે 100 ટકા લોકોને પ્રથમ ડોઝના રસીકરણનો લક્ષ્યાંક સિધ્ધ કરી શકીએ

તેમણે ઉમેર્યું કે સુરત, જૂનાગઢ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પ્રથમ ડોઝનું 100 ટકા કવરેજ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતના લગભગ 15,500 ગામોમાં રસી લેવા પાત્ર 100 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ત્યારે દેશમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર થતા ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, આ કિર્તિમાનને ઉજવવામાં આવશે અને ગુજરાતના મેડિકલ સ્ટાફ અને રસીકરણ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમનું સન્માન કરવામાં આવશે.

ગુજરાતના કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજયના કોરોના રસીનો પ્રથમ ડોઝ 100 ટકા લોકોને આપવાના પ્રયાસો ચાલુ જ છે. તેમજ ડિસેમ્બર માસ સુધી રાજયની રસી લેવા પાત્ર 100 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના વિવિધ શહેરોમાં દેશમાં 100 કરોડ રસીના ડોઝની સિધ્ધિની ઉજવણી કરવામાં આવી

આ પણ વાંચો : GANDHINAGAR : મહેસુલ વિભાગને લગતા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સરકાર કટિબદ્ધ : રાજેન્દ્ર ત્રિવેદી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati