ગુજરાતના વિવિધ શહેરોમાં દેશમાં 100 કરોડ રસીના ડોઝની સિધ્ધિની ઉજવણી કરવામાં આવી

દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંક પાર થવાની સિદ્ધીની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં (Gujarat) ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોના વૉરિયર્સને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 5:34 PM

ભારતે(India)કોરોના રસીના(Corona Vaccine)100 કરોડ ડોઝનો ઐતિહાસિક લક્ષ્યાંક સિદ્ધ કરીને ઈતિહાસ રચ્યો છે.દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા 20 કરોડ ડોઝ 31 દિવસમાં લગાવવામાં આવ્યા છે..

જેમાં દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંક પાર થવાની સિદ્ધીની ઠેર-ઠેર ઉજવણી(Celebration)કરવામાં આવી. ગુજરાતમાં (Gujarat) ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે( Cm Bhupendra Patel)કોરોના વૉરિયર્સને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા. તો અમદાવાદમાં કોરોના રસી મુકાવવાનો લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો.

સુરતના એક ફરસાણ વિક્રેતાએ રસીના બંને ડોઝ લેનારા પ્રથમ 100 ગ્રાહકોને મફત લોચો ખવડાવ્યો. રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કરોએ ગરબા રમ્યા અને રંગોળી પૂરી અને કેક કાપીને ઉજવણી કરી. જ્યારે મહેસાણા સિવિલમાં પણ મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચ્યા હતા.

આજે દેશ રસીકરણના ડોઝનો આંકડો 100 કરોડ પાર પહોંચી ગયો છે.ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રસીકરણ અભિયાનના પડકાર અંગે વાત કરી અને સાથે વાત કરી કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આ અભિયાન સફળ રહ્યું…

આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત પણ પાછળ નથી રહ્યું. ગુજરાતમાં 4 જિલ્લા એવા છે કે, જ્યાં 100 ટકા રસીકરણ થયું છે.. તો બીજી તરફ એવા જિલ્લાની સંખ્યા પણ વધુ છે કે,જ્યાં 90 ટકાથી વધુ રસીકરણ થયું છે. ત્યારે દેશમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર થતા ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, આ કિર્તિમાનને ઉજવવામાં આવશે અને ગુજરાતના મેડિકલ સ્ટાફ અને રસીકરણ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમનું સન્માન કરવામાં આવશે..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">