Gujarat માં લમ્પી વાયરસનો 23 જિલ્લામાં ફેલાવો, 2858 પશુના મોત, 76,154 પશુ અસરગ્રસ્ત

ગુજરાતમાં ના અસરગ્રસ્ત જિલ્લાઓમા સત્વરે સારવાર સહિતની સુવિધાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે.રાજયના પશુપાલન મંત્રી રાધવજીપટેલ અને મુખ્ય સચિવ પંકજકુમાર દ્રારા પણ રોજબરોજ સતત મોનીટરીંગ કરીને સમીક્ષા પણ કરવામાં આવે છે

Gujarat માં લમ્પી વાયરસનો 23 જિલ્લામાં ફેલાવો, 2858 પશુના મોત, 76,154 પશુ અસરગ્રસ્ત
Gujarat Lumpy Virus
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 10, 2022 | 6:05 PM

ગુજરાતના(Gujarat) પશુપાલન મંત્રી રાધવજી પટેલે(Radhavji Patel)જણાવ્યું છે કે, રાજયના 23  જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝના (Lumpy Virus) નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે ત્યારે પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂર છે.રાજયનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સુસજ્જ છે.કૃષિ અને પશુપાલન મંત્રી એ આજે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ મિડીયાને વિગતો આપતા કહ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લમ્પી રૌગ સંદર્ભે સતત મોનીટરીગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહયું છે.તેમની સૂચનાનુસાર રાજયનું સમગ્ર વહીવટીતંત્ર ખડેપગે તૈનાત છે એટલુંજ નહીં, પશુઓને સારવાર સહિતની તમામ સુવિધાઓ સત્વરે પુરી પાડવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.

76154 અસરગ્રસ્ત પશુઓમાંથી 54025 પશુઓ સાજા થયા

મંત્રીએ ઉમેર્યું કે, રાજપમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ 23 જિલ્લાના 3358 ગામોમાં ગાય ભેસ વર્ગના કુલ 76154 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો છે અને તે પૈકી 76154 અસરગ્રસ્ત પશુઓમાંથી 54025 પશુઓ સાજા થયા છે અને અન્ય 19271 પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 2858 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયેલ હોવાનું નોંધાયું છે.નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 31.14 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને 14.36 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.

12 જિલ્લાઓમાં કોઈપણ નવા કેસ નોંધાયો નથી

તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી નોધાયેલ કેસમાં સૌથી વધુ 38891 (52 ટકા ) કેસ કચ્છ જિલ્લામાં,બનાસકાંઠા જિલ્લામાં 8186 (11 ટકા) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7747 (10 ટકા ), જામનગર જિલ્લામાં 6047 (08 ટકા)  અને રાજકોટ જિલ્લામાં 4359 (06 ટકા) નોધાયા છે. આજે સવારે 8.૦૦ કલાકે 23 જીલ્લાઓ પૈકી 12 જિલ્લાઓમાં કોઈપણ નવા કેસ નોંધાયો નથી. નવા નોંધાયેલ 744 કેસ પૈકી સૌથી વધુ કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-301 રાજકોટ જિલ્લામાં 105 , ભાવનગર જિલ્લામાં 78 , જામનગર જિલ્લામાં 74 , બનાસકાંઠા જિલ્લામાં 65 , કચ્છ જિલ્લામાં 64 ,  બોટાદ જિલ્લામાં 27, પોરબંદર જિલ્લામાં 22, ગીરસોમનાથ જિલ્લામાં 3 , ખેડા જિલ્લામાં 3 અને મહેસાણા જિલ્લામાં 2 કેસ નોધાયેલ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

15 જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યું થયું નથી

જયારે 23 જીલ્લાઓ પૈકી માત્ર 8 જિલ્લાઓમાં કુલ 76 પશુ મરણ નોંધાયેલ છે, જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ – 47,  ભાવનગર જિલ્લામાં 11, પોરબંદર જિલ્લામાં 7 , બોટાદ જિલ્લામાં 5 , જામનગર જિલ્લામાં 2, ગીર સોમનાથ જિલ્લામાં 2, દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં 1 અને મોરબી જિલ્લામાં 1 પશુ મેત્યું થયું છે. બાકીના 15 જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યું થયું નથી.

મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી

મંત્રીએ કહ્યું કે,જામનગર જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના જિલ્લાના ૦૨ તાલુકાઓમાં ૦૨ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. માનનીય મુખ્યમંત્રીએ ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ વેકસીનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેકસીન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને ડેરીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી અને તેમાં મુખ્યમંત્રીએ જિલ્લાના  પશુધનમાં આ લમ્પી સ્કિન ડીસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો  વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી.

કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની  ટાસ્ક ફોર્સની રચના

રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમા સત્વરે સારવાર સહિતની સુવિધાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે.રાજયના પશુપાલન મંત્રી રાધવજીપટેલ અને મુખ્ય સચિવ પંકજકુમાર દ્રારા પણ રોજબરોજ સતત મોનીટરીંગ કરીને સમીક્ષા પણ કરવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યુ કે રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્ક ફોર્સ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર સંદર્ભે સતત ચાંપતી નજર રાખીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રોગ વધુ પ્રસરે નહી

ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 શરૂ કરાયો

પશુપાલન મંત્રીએ ઉમેર્યુ કે પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશય થી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર  નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહી ,પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 શરૂ કરાયો છે.જેના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">