AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 111 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 762 થઈ

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 12 ઓકટોબરના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 81 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 762 એ પહોંચી છે.

ગુજરાતમાં કોરોનાના નવા 111 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 762 થઈ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 9:34 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 12 ઓકટોબરના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 81 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 762 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.08 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 32,(Ahmedabad)  સુરતમાં 19, વડોદરામાં 13, મહેસાણામાં 08, રાજકોટમાં 06, વલસાડમાં 06, બનાસકાંઠામાં 04, સુરત જિલ્લામાં 03, ભાવનગરમાં 02, કચ્છમાં 02, નવસારીમાં 02, રાજકોટ જિલ્લામાં 02, સાબરકાંઠામાં 02, તાપીમાં 02, વડોદરા જિલ્લામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 01, આણંદમાં 01, બોટાદમાં 01, ગીર સોમનાથમાં 01 અને જામનગરમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

તહેવારોમાં સાચવજો

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. લોકો તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. તહેવારોના આનંદ સાથે કોરોનાના નિયમોનું પાલન કરવુ પણ એટલુ જ જરુરી છે. નહીં તો કોરોના કેસ વધી પણ શકે છે. મહામારીના 2 વર્ષ બાદ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર આ તહેવાર ઉજવવામાં આવશે. એવા સમયે બેદકારી ભવિષ્યમાં ભારે પણ પડી શકે છે.

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">