Gujarat Assembly Election 2022 : 13 ઓક્ટોબરે વાંસદાના ઉનાઇની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સુરક્ષા વ્યવસ્થા કરાઇ સઘન
ભાજપની (BJP) ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં વિધાનસભાની કુલ 144 બેઠક આવરી લેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઇ ભાજપ આદિવાસી સમાજના મત અંકે કરવા પ્રયાસ કરી રહી છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજને (Tribal ) રિઝવવા ભાજપ પ્રયાસ કરી રહી છે. ત્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) નવસારીમાં સભા ગજવશે. વાંસદાના ઉનાઇમાં અમિત શાહની મુલાકાતને લઇ તૈયારી શરૂ કરવામાં આવી છે. ઉનાઈ ખાતેથી અમિત શાહ બે યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. અમિત શાહ ઉનાઇથી યાત્રા શરુ કરાવવાના છે.
ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા સવારે 11 કલાકે બહુચરાજી માતાના મઢથી પ્રારંભ કરવામાં આવશે. જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે. ગૃહપ્રધાન અમિત શાહની ત્રણ યાત્રામાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સભા સંબોધશે. ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી 5 કેન્દ્રીય પ્રધાનોને (Union Minister) આપવામાં આવી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાંથી 50 હજારથી વધુ લોકો ગૌરવ યાત્રાના પ્રસ્થાન સમયે હાજર રહેશે. ત્યારે અમિત શાહની મુલાકાતને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે..અલગ અલગ જિલ્લામાંથી પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યાં છે. 2 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે રહી સુરક્ષાનો પહેરો ભરશે.
ભાજપની ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજશે. આ ગૌરવ યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. આ યાત્રા 9 જિલ્લાના 33 વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે. 1 હજાર 730 કિલોમીટરની આ યાત્રામાં 38 જગ્યાઓ પર સભા પણ યોજાશે.