GANDHINAGAR : ઑમિક્રૉનને લઈને રાજ્ય સરકાર સતર્ક, ટેસ્ટિંગ ટ્રેસિંગ પર મુકાયો ભાર

અત્યાર સુધી રાજ્યમાં એક ઑમિક્રૉન કેસ પોઝિટિવ આવ્યો છે. તેના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગના 88 લોકો હોવાનું સામે આવ્યું છે. આ તમામના rtpcr ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 rtpcr પોઝિટિવ આવ્યા છે. પુન્દ્રાનો પણ એક વ્યક્તિ કોન્ટેકટમાં હોવાની વિગતો મળી આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 2:47 PM

ઑમિક્રૉનને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે. અને, સરકારે કોરોના ટેસ્ટિંગ ટ્રેસિંગ પર ભાર મુક્યો છે. ડિસેમ્બરથી અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર વિદેશ મુસાફરોને લઈ 47 ફ્લાઇટ લેન્ડ થઈ છે. જેમાં કુલ 7905 મુસાફરો ગુજરાતમાં આવ્યા છે. જેમાંથી હાઈરિસ્ક દેશોમાંથી 614 મુસાફરો ગુજરાત આવ્યા છે. જેના તમામના rtpcr ટેસ્ટ એરપોર્ટ પર કરાવ્યા છે. જેમાંથી અત્યાર સુધી 2 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે. જે હાલમાં સારવાર હેઠળ છે.

એરપોર્ટ 3 પ્રકારે હાલમાં rtpcr ટેસ્ટ થઇ રહ્યાં છે. એક રેપીડ rtpcr ટેસ્ટમાં પરિણામ આવતા અંદાજે 1 કલાક થાય છે. જયારે નોર્મલ rtpcr માં 6 થી 8 કલાકનો સમય જાય છે. Rtpcr ના ટેસ્ટના રિપોર્ટ બાદ જ પેસેન્જરને એરપોર્ટ છોડવાની પરવાનગી અપાઇ છે. એરપોર્ટ પર તેમનું કોન્ટેકટ નંબર તથા એડ્રેસ પણ લેવામાં આવે છે. કોઈ પેસેન્જર ખોટા એડ્રેસના આપે એની તકેદારી લેવાઈ રહી છે.

અત્યાર સુધી રાજ્યમાં એક ઑમિક્રૉન કેસ પોઝિટિવ આવ્યો છે. તેના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગના 88 લોકો હોવાનું સામે આવ્યું છે. આ તમામના rtpcr ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 rtpcr પોઝિટિવ આવ્યા છે. પુન્દ્રાનો પણ એક વ્યક્તિ કોન્ટેકટમાં હોવાની વિગતો મળી આવી છે. જે 3માં સેમ્પલ ઑમીક્રૉન માટે મોકલવામાં આવ્યા છે.

ઑમીક્રૉન ડેલ્ટા કરતા ઝડપથી ફેલાય છે. જેના કારણે સિનિયર સીટીઝન અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સાવધ રહેવાની જરૂર છે. પબ્લિક હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેકટર dr. નિલમ પટેલએ tv9 સાથે આ મામલે ખાસ વાતચીત કરી હતી. અને, આ તમામ માહિતી મીડિયાને પ્રદાન કરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">