રશિયા-યુક્રેન યુદ્ધની અસર અમદાવાદ શહેરના વિકાસ પર પડી, જાણો કેવી રીતે
34 દિવસ બાદ પણ યુક્રેન અને રશિયા બેમાંથી એક પણ દેશ હાર માનવા તૈયાર નથી. જો કે તેમના યુદ્ધની અસર બીજા દેશો પર પડી રહી છે. વાત કરીએ અમદાવાદની તો રશિયા-યુક્રેન યુદ્ધની અસર અમદાવાદના વિકાસ પણ પડી રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંત થવાનું નામ નથી લઇ રહ્યુ. 34 દિવસ બાદ પણ યુક્રેન અને રશિયા બેમાંથી એક પણ દેશ હાર માનવા તૈયાર નથી. જો કે તેમના યુદ્ધની અસર બીજા દેશો પર પડી રહી છે. વાત કરીએ અમદાવાદની તો રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) ની અસર અમદાવાદ (Ahmedabad)ના વિકાસ પણ પડી રહી છે. વાત જાણીને નવાઇ લાગશે, પરંતુ રશિયા અને યુક્રેન યુદ્ધની અસરથી અમદાવાદ શહેરના રોડના કામો અટવાયા છે. યુદ્ધના કારણે ડામર (Asphalt) ના ભાવો વધી ગયા છે અને ડામરના જથ્થાની તંગી સર્જાઇ રહી છે. જેની અસર અમદાવાદ શહેરના વિકાસ પર પડી રહી છે.
રશિયા અને યુક્રેન યુદ્ધની અસર અમદાવાદ શહેરના વિકાસના કામો પર પડી રહી છે. અમદાવાદ શહેરમાં રોડ રિસરફેસના કામો અટવાઇ ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ડામરની તંગી સર્જાઈ રહી છે. યુદ્ધના કારણે ડામરની કિંમત વધી છે. જેને પગલે રોડ રિસરફેસની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ડામરની અછત અને ભાવ વધારાને કારણે કોન્ટ્રાકટરો પણ ભાવ વધારો માગી રહ્યા છે. તેમજ રોડ રિસરફેસની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે બે પ્લાન્ટ પાસે ડામરનો જથ્થો છે અને શહેરમાં રોડના કામો અવિરત ચાલી જ રહયા છે.
કોન્ટ્રાક્ટરો IOC પાસેથી ડામર ખરીદે છે. હાલમાં IOC માંડ 50 ટકા ડામર સપ્લાય કરી શકે છે. ત્યારે ડામરના અભાવે ખાનગી કોન્ટ્રાક્ટરો પણ હાથ પર લીધેલા કામને ચાલુ કરી શકે તેમ નથી.
આ પણ વાંચો-
અમદાવાદ : રખિયાલમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત, બોર્ડની પરીક્ષા દરમિયાન આવ્યો એટેક
આ પણ વાંચો-