અમદાવાદ : રખિયાલમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત, બોર્ડની પરીક્ષા દરમિયાન આવ્યો એટેક
આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં અમનને પહેલા તો વોમિટ થતાં તે બહાર વોમિટ કરવા ગયો હતો. બાદમાં અંદર આવીને બેંચ પર માથું રાખીને સૂઈ ગયો હતો. તો શરૂઆતમાં તો કોઈ વધુ ગંભીર બાબત ન જણાઈ.
અમદાવાદના (Ahmedabad) રખિયાલમાં આવેલી સ્કૂલમાં પરીક્ષા (Board Exam) આપી રહેલા વિદ્યાર્થીનું (Student) હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત (death) નિપજ્યું છે. શેઠ સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સનો વિદ્યાર્થી અમન આરીફ શેખ અકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો કે ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો. જે બાદ તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.
આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં અમનને પહેલા તો વોમિટ થતાં તે બહાર વોમિટ કરવા ગયો હતો. બાદમાં અંદર આવીને બેંચ પર માથું રાખીને સૂઈ ગયો હતો. તો શરૂઆતમાં તો કોઈ વધુ ગંભીર બાબત ન જણાઈ. પરંતુ અડધા કલાક બાદ અમનને સુપરવાઈઝરે પ્રિન્સિપાલ પાસે મોકલ્યા. જે બાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને વેન્ટિલેટર પર રખાયો હતો. અને એક કલાક બાદ સારવાર દરમિયાન અમનનું મોત નિપજ્યું હતું.
ગોમતીપુરમાં રહેતો અમન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Glenn Maxwell Marriage: ગ્લેન મેક્સવેલે તમિલ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, હાથમાં માળા લઈને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
