Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ-જેતપુર હાઈવે રોડ પર બનતા નવા પુલનો વિરોધ, સાંકડા પુલથી પાણી ખેતરોમાં ભરાય છે: ખેડૂતો

ગીર સોમનાથ-જેતપુર હાઈવે રોડ પર બનતા નવા પુલનો વિરોધ, સાંકડા પુલથી પાણી ખેતરોમાં ભરાય છે: ખેડૂતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 7:26 PM

કોયલી અને નાંદરખીના ગામલોકો દ્વારા આ પુલિયાને મોટો બનાવવા માગણી કરી છે. જેથી ચોમાસા દરમિયાન જે પાણીનો ભરાવો થાય છે. તેનો યોગ્ય નિકાલ થઈ શકે અને આજુબાજુના ખેતરોમાં પાણીનો ભરાવો ન થાય.

ગીર સોમનાથથી(Gir Somnath) જેતપુર હાઈવે રોડ ઉપર નવા પુલ (New Bridge)બનાવતા નાંદરખી સહિતના ગામોના ખેડૂતો (Farmers) દ્વારા વિરોધ (Protest)કરવામાં આવ્યો છે. નવા બનાવેલા પુલિયા નાના બનાવતા ચોમાસા દરમિયાન પાણી ખેતરોમાં અને ગામોમાં ઘુસી જતા હોવાની ફરિયાદ ગામલોકોએ કરી છે. જેતપુરથી ગીર સોમનાથને જોડતો બાયપાસ છેલ્લા ઘણા સમયથી બની રહ્યો છે. જેતપુરથી લઈને જૂનાગઢ બાયપાસ સુધી ઘણા ગામડાઓ આવી રહ્યા છે. તેમાં જવા-આવવા માટે ડિવાઈડર તેમ જ પુલિયા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોયલી અને નાંદરખી ગામમાં જવા આવવા માટે જે પુલિયા બનાવવામાં આવ્યા છે. તે ખૂબ જ સાંકડા બનાવે છે, જેમાંથી ચોમાસા દરમિયાન જૂનાગઢ, ઝાંઝરડા ગામમાંથી જે પાણીની આવક થાય છે તે પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી અને પાણીનો નિકાલ ન થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે જેથી ખેતીને નુકસાન પણ થાય છે.

કોયલી અને નાંદરખીના ગામલોકો દ્વારા આ પુલિયાને મોટો બનાવવા માગણી કરી છે. જેથી ચોમાસા દરમિયાન જે પાણીનો ભરાવો થાય છે. તેનો યોગ્ય નિકાલ થઈ શકે અને આજુબાજુના ખેતરોમાં પાણીનો ભરાવો ન થાય. નાંદરખી અને કોયલી ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય, સંસદસભ્ય અને વહીવટીતંત્ર સુધી રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. જેથી ના છૂટકે આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આમ ગીર સોમનાથ જેતપુર બાયપાસ રોડમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જે પુલ સાંકડા બનાવવામાં આવ્યા છે, તેને મોટા બનાવવામાં આવે જેથી આગામી ચોમાસામાં પાણીનો ભરાવો ન થાય અને ખેડૂતોની જમીન બચી શકે.

આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર નાણાંનો વરસાદ, બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 250 કરોડ સુધી પહોંચ્યું

આ પણ વાંચો : અમદાવાદ : લૂંટેરી દુલ્હને લીધો યુવકનો ભોગ ! લગ્નના દસ દિવસ બાદ દાગીના લઈ ફરાર

g clip-path="url(#clip0_868_265)">