અમદાવાદ : લૂંટેરી દુલ્હને લીધો યુવકનો ભોગ ! લગ્નના દસ દિવસ બાદ દાગીના લઈ ફરાર
મૃતક હિતેષ સોંલકીના અગાઉ ચાર લગ્ન થયા હતા. પરંતુ ચારેય નિષ્ફળ રહયો હતો. 27 વર્ષનો હિતેષ પોતાનુ લગ્ન જીવન સુખીથી જીવવા માંગતો હતો. આરોપી રાજેશ અને આશાબેનનો લગ્ન માટે સંપર્ક થયો.
અમદાવાદમા (Ahmedabad ) બારેજાના યુવકે આપઘાત (Suicide) કરી લેવાના કેસમાં નવો ખુલાસો થયો છે, લગ્નના દસ દિવસમાં દુલ્હન (Robbery Bride)સોના દાગીના લઈ ફરાર થઈ હતી. મૃતક યુવક ઘરેથી સુસાઇટ નોટ મળી આવી છે. જેને લઈ અસલાલી પોલીસે આઠ લોકો વિરુદ્ધ દુષ્પેરણા ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી. જયારે દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી. દુલ્હન યુવકના નાતજાત ભેદભાવ કરી પરત ન આવનું કહેતા યુવક મન પર લાગી આવતા આત્મહત્યા કરી લીધી.
પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ આરોપીઓ આશાબેન, રાજુભાઈ અશ્વિન, મુકેશ અને સુફીયાના છે. આરોપીઓએ દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા. અને લગ્નના દસ દિવસમા દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો. ઘટનાની વાત કરીએ તો બારેજામા રહેતા હિતેષ સોલંકીએ વલસાડના રાજુભાઈ અને આશાબેનના સંપર્કમા આવ્યો હતો. આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી. લગ્નના દસમા દિવેસ દાગીના અને કિમંતી વસ્તુઓ લઈને માતા સાથે રફુચક્કર થઈ ગઈ..જેના આઘાતમા હિતેષ સોલંકીએ અંતિમ ચીઠ્ઠી લખીને ઝેરી દવા પીને આપઘાત કર્યો. પોલીસે દુષ્પેરણા અને છેતરપિંડીનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી.
મૃતક હિતેષ સોંલકીના અગાઉ ચાર લગ્ન થયા હતા. પરંતુ ચારેય નિષ્ફળ રહયો હતો. 27 વર્ષનો હિતેષ પોતાનુ લગ્ન જીવન સુખીથી જીવવા માંગતો હતો. આરોપી રાજેશ અને આશાબેનનો લગ્ન માટે સંપર્ક થયો. આ બન્ને મુંબઈની યુવતીના બેન બનેવી બનીને મળ્યા. યુવતીના માતા-પિતા નહિ હોવાનુ કઈને તેની સાથે લગ્ન કરાવ્યા હતા. આ યુવતી સાથે લગ્ન કર્યા બાદ 10 દિવસમા દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. રાણી અને તેની માતા પણ આ છેતરપિંડીમા સામેલ હોવાનુ ખુલ્યુ હતુ. અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરીને મુંબઈની યુવતી અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે.
મૃતક યુવક હિતેષ સુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે લગ્ન દસ દિવસ બાદ દુલ્હન રાણી ફોન કરીને પરત બોલવાનું કહેતા તેણે નાત જાતનો ભેદ કરી પરત ન આવાનું કહ્યું.જે બાદ મૃતક હિતેષ મનમાં લાગી આવતા આત્મહત્યા કરી લીધી..જો કે લૂંટેરી દુલ્હને અનેક લગ્નવિચ્છુક યુવાનોની જીદંગી બરબાદ કરી દીધી છે. ત્યારે વધુ એક યુવાને તો પોતાની જીદંગીનો અંત લાવી દીધો છે. આ ગંભીર ઘટનાને લઈને અસલાલી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. જયારે પકડાયેલા આરોપીએ અન્ય કોઈ વ્યકિત સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી.
આ પણ વાંચો : આણંદ : ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જિલ્લા કલેકટરે વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું