AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dwarka: ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લિટર ઓક્સિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લિટર ઓકસિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમ (Poonam Madam)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Dwarka: ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લિટર ઓક્સિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ
Poonamben Maadam
Rahul Vegda
| Edited By: | Updated on: May 03, 2021 | 11:42 PM
Share

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લિટર ઓકસિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમ (Poonam Madam)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને કોરોનાના આ કપરાકાળમાં સ્થાનિક સ્તરે જ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવા સરકારના પ્રયાસોના કારણે આગામી સમયમાં ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં બેડ પણ વધારવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે 50 લાખના ખર્ચે તૈયાર થયેલ 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા સિવીલ હોસ્પિટલમાં અત્યારે 110 બેડ ઓકસિજનના ઉપલબ્ધ છે, તેમાં કેટલાક વેન્ટિલેટર પરના દર્દીઓને ઓકસિજનની વધુ જરૂરીયાત હતી અને કેટલાક દર્દીઓને ઓકસિજનના અભાવે દાખલ કરી શકતા ન હતા. પરંતુ રાજય સરકારના સતત પ્રયત્નો રહ્યા છે કે ખંભાળીયાની હોસ્પિટલને ઓકસિજન ટેન્ક મળે, ત્યારે દ્વારકા જિલ્લામાં આવેલ કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. કંપની દ્વારા 50 લાખના ખર્ચે 10 હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી હતી.

જેના લીધે સીધો જ ફાયદો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોનાની સારવાર લેનાર દર્દીઓ અને આવનાર સમયમાં કોરોના પોઝિટીવ દર્દીઓ કે જેમને ઓક્સિજન કે વેન્ટિલેટર પર રાખવા પડે તે સ્થિતિમાં જણાય તો તેવા દર્દીઓને પણ આ સુવિધાનો લાભ મળશે. સાથે જ હાલ ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં બે ટેન્ક મળીને લિક્વિડ ઓક્સિજન 2 હજાર લીટરનો જથ્થો ઉપલબ્ધ રહેતો હતો.

જેને દરરોજ રિફીલિંગ કરાવવા માટે ફરજ પડતી હતી. જ્યારે 10 હજાર લીટરની આ નવી ટેન્ક RSPL કંપની દ્વારા આપવામાં આવતા હવે દરરોજ રિફીલિંગની જરૂર નહીં પડે સાથે જ જરૂરિયાત મુજબ લિક્વિડ ઓક્સિજનના જથ્થાનો સ્ટોક કરી રખાશે અને ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં વધુ બેડ પણ ઉભા કરાશે, જેથી વધુને વધુ લોકોની સારવાર કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

આ પણ વાંચો : સામાન્ય લક્ષણવાળા દર્દી ના કરાવે સીટી સ્કેન, કેન્સર થવાની સંભાવના વધી શકે: ડૉ. રણદીપ ગુલેરિયા 

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">