‘પુષ્પા’ ગુજરાતમાં સક્રીય, સાણંદમાંથી રૂ. 7 કરોડનું 4 ટન રક્તચંદન પકડાયું

DRIના અધિકારીનું કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓને શંકા ના જાય તે માટે આરોપીઓ રક્ત ચંદનને થોડા થોડા પ્રમાણમાં અલગ અલગ રસ્તેથી લાવ્યા હતા અને કન્ટેનરમાં સંતાડ્યું હતું.

'પુષ્પા' ગુજરાતમાં સક્રીય, સાણંદમાંથી રૂ. 7 કરોડનું 4 ટન રક્તચંદન પકડાયું
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 1:35 PM

DRIએ અમદાવાદ (Ahmedabad) ના સાણંદ (Sanand) ના બે અલગ અલગ ગોડાઉનમાં દરોડા પાડી 4 ટનથી વધુ રક્ત ચંદન (Red Sanders)  કબજે કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર આ જપ્ત કરાયેલાં રક્તચંદનની રૂ. 7 કરોડ જેટલી કિંમત થવા જાય છે. ગત મે મહિનામાં કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા 14 ટન રક્ત ચંદનના કેસની તપાસમાં DRIને સાણંદના ગોડાઉનમાં પણ નિકાસ કરવા છુપાવેલા રક્ત ચંદનની માહિતી મળી હતી, જેના પગલે આજે DRIની ટીમે સાણંદમાં દરોડા પાડ્યા હતા. આ કાર્વાહીમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. DRIના અધિકારીનું કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓને શંકા ના જાય તે માટે આરોપીઓ રક્ત ચંદનને થોડા થોડા પ્રમાણમાં અલગ અલગ રસ્તેથી લાવ્યા હતા અને કન્ટેનરમાં સંતાડ્યું હતું. આ રક્ત ચંદનની ચીનમાં માંગ વધી છે, શંકા છે કે દક્ષિણ ભારતમાંથી લાવાયેલું આ રક્ત ચંદન ચીન એક્સપોર્ટ કરવાનું હશે. આ રક્તચંદનનો જથ્થો ક્યાં મોકલવાનો હતો તેની પણ DRI દ્વારા તપાસ ચાલી રહી છે.

કચ્છમાં મુન્દ્રા પોર્ટ ઉપરથી ડી.આર.આઈ. એ 9.36 કરોડનું લાલ ચંદન જપ્ત કર્યું છે. જેમાં ટ્રેક્ટરના પાર્ટના નામે કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શુ અને બ્રેક ડ્રમના નામે કન્સાઈનમેન્ટ લાવવામાં આવ્યું હતું. તેમજ 11.8 મેટ્રિક ટન જેટલું આ રક્ત ચંદન મલેશિયા મોકલવાનું હતું. આ પૂર્વે પણ 23 ફેબ્રુઆરી 2022 ના રોજ પણ ડી.આર.આઈ. એ મુન્દ્રા પોર્ટ ઉપરથી જ 5.4 મેટ્રિક ટન રક્ત ચંદન જપ્ત કર્યું હતું. રક્તચંદનની સમગ્ર એશિયામાં દવા તેમજ અન્ય આશયથી માંગ હોય છે. જ્યારે ભારતમાંથી લાલ ચંદનની આયાત પર પ્રતિબંધિત છે.ડી.આર.આઈ. હજી આ મામલે આગળની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ કચ્છના મુન્દ્રા પોર્ટ પર એક નિકાસ જથ્થાને અટકાવ્યો હતો. જેમાં માલસામાનને કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શૂ અને બ્રેક ડ્રમનું ડિક્લેરેશન હતું. તેમજ ટ્રેક્ટરના ભાગોને 20 કાર્ટનમાં ભરવા આવ્યું હોવાનું જણાવાયુ હતું. જેનું વજન 11.8 MT હતું અને માલસામાન ક્લાંગ, મલેશિયામાં નિકાસ માટે નિર્ધારિત હતો. જો કે આ 11.7 મેટ્રિક ટન રક્તચંદન અને રૂ. 9.36 કરોડની કિંમતની લાકડા ખાલી કોરુગેટેડ બૉક્સની પાછળ અને તાડપત્રી હેઠળ છુપાયેલા મળી આવ્યા હતા.આ અગાઉ 23.02.22 ના રોજ પણ, ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈએ મુન્દ્રા બંદર પર આશરે 3 કરોડ રૂપિયાની કિંમતના 5.4 એમટી રક્તચંદન જપ્ત કર્યું હતું. છે. જેમાં રક્ત ચંદનને બાસમતી ચોખા સુપરફાઇન થેલીઓમાં છુપાયેલું મળી આવ્યું હતું.

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">