AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પરિણીતા જૂના પ્રેમીને પામવાની લાલચમાં બની ગેંગરેપનો શિકાર, કારંજ પોલીસે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદના(Ahmedabad) કારંજ પોલીસ સ્ટેશનમાં 19 વર્ષીય પરિણીતાએ ગેંગરેપનીફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી.જો કે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો

Ahmedabad : પરિણીતા જૂના પ્રેમીને પામવાની લાલચમાં બની ગેંગરેપનો શિકાર, કારંજ પોલીસે બે આરોપીની ધરપકડ કરી
Ahmedabad Karanj Police Arrest Gangrap Accused
Mihir Soni
| Edited By: | Updated on: Jul 12, 2022 | 8:40 PM
Share

અમદાવાદની (Ahmedabad) કારંજ પોલીસે ગેંગરેપના બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપીઓએ એક પરિણીત મહિલાને પ્રેમીના કહેવાથી મામાના ઘરે રાખી હતી અને સામુહિક બળાત્કાર (Gang Rape) ગુજાર્યો હતો.પરિણીતા પણ પતિ સાથે ખરીદી કરવા નીકળી અને ચક્કર આવવાનું બહાનું કરતા પતિની નજર ચૂકવી ભાગી ગઈ હતી. જેમાં પહેલા ગુમ થવાની પોલીસે કરેલી તપાસમાં ગેંગરેપનો પર્દાફાશ થતા પોલીસે આરોપી ઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 19 વર્ષીય પરિણીતાએ ગેંગરેપની કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી.જો કે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો.જે જાવેદે યુવતીને પોતાની સાથે ભાગવાનું કહેતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને લાલદરવાજા પતિ સાથે પહોંચી હતી.ત્યારે ચક્કર આવતા હોવાનું પતિને કહેતા પતિ પાણીની બોટલ લેવા ગયો હતો.તે સમયગાળામાં યુવતી ફરાર થઈ ગઈ હતી.જે મામલે કારંજ પોલીસ મથકે જાણવા જોગ દાખલ થઈ હતી.

ત્રણેય મિત્રોએ યુવતીની સાથે એક એક કરીને પહેલા અડપલાં કર્યા

યુવતીનાં પ્રેમી જાવેદે પોતે તેને લેવા આવી શકતો ન હોવાનું જણાવી પોતાનાં મિત્રો તેને લેવા આવે છે તેમ જણાવ્યું હતુ અને સરખેજનાં ઉજાલા સર્કલ પાસે બોલાવી હતી. જ્યાં જાવેદ મકરાણીનો મિત્ર રોનક સુથાર અને તેની સાથેના બે મિત્રોએ યુવતીને કારમાં બેસાડી મોરબી તરફ લઈ ગયા હતાં. જ્યાં ત્રણેય મિત્રોએ યુવતીની સાથે એક એક કરીને પહેલા અડપલાં કર્યા અને બાદમાં શારિરીક સંબંધ બાંધ્યો હતો. આ યુવતી ગભરાઈ જતા ત્રણમાંથી બે આરોપીઓ નિકળી ગયા હતા.જ્યારે મહેશ નામનો એક આરોપી તેને લઈને રાજકોટ પહોંચ્યો હતો.જ્યાં એક હોટલમાં લઈ જઈને ફરીથી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીની પુછપરછ કરતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનું ખુલ્યું

જેની બાદ પણ યુવતીનો પ્રેમી જાવેદ ન આવતા તેણે યેનકન પ્રકારે પોતાનાં પરિવારજનો સંપર્ક સાધ્યો હતો.આ દરમિયાન યુવતી રાજકોટ પહોંચી જ્યાં પોલીસ સમક્ષ હાજર થઈ પણ બળાત્કાર ની વાત પોલીસને ન જણાવી.ત્યાં બાદમાં યુવતી કારંજ માં ગુમ થવા બાબતે હાજર થઈ અને બળાત્કારની હકીકત જણાવતા યુવતીની પુછપરછ કરતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનું ખુલ્યું. આ સમગ્ર મામલે કારંજ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. જોકે આ મામલે ગુનો નોંધાતા પોલીસે અસલાલી થી ગેંગરેપનાં ગુનામાં સામેલ સરખેજના રોનક સુથાર અને યુવતીનાં પ્રેમી જાવેદ મકરાણીને ઝડપી લીધા છે.

આ મામલે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને પકડવા કારંજ પોલીસે કવાયત તેજ કરી છે..પહેલા યુવતી ખોટી રીતે પતિને અંધારા માં રાખી ભાગી ગઇ પણ બાદમાં તેને પ્રેમીએ પણ સાથ ના આપ્યો.એકતરફ પતિથી છૂટું પડવું અને બીજીતરફ પ્રેમીનો દગો મળતા હવે પોલીસ આ યુવતીને ન્યાય મળે એ દિશામાં તપાસ કરી રહી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">