ગણેશચતુર્થી પર ભક્તો ગણેશજીને આવકારવા ઉત્સાહિત, શહેરમાં અલગ અલગ થીમ પર કરવામાં આવ્યુ ડેકોરેશન

અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ અનુસાર વર્ષે 600 ની આસપાસ અમદાવાદ શહેરમાં પંડાલો બન્યા હતા. જેની સામે આ વર્ષે 800 થી વધારે લોકોએ પંડાલ બનાવવા માટે એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે પંડાલોમાં આ વખતે લોકોને ચંદ્રયાન 3 થીમ, જંગલ થીમ, પક્ષી બચાવો થીમ, મહિલા સશક્તિકરણની થીમ, પાતાળથી ધરતી થીમ, આકાશથી ધરતી થીમ, જેવી વિવિધ થીમો ના ભક્તોને દર્શન કરવા મળશે. જેમાં સૌથી સારી થીમને ગણેશ પર્વ પૂરો થવા આવે ત્યારે ઇનામ આપીને સન્માન પણ કરવામાં આવશે.

ગણેશચતુર્થી પર ભક્તો ગણેશજીને આવકારવા ઉત્સાહિત, શહેરમાં અલગ અલગ થીમ પર કરવામાં આવ્યુ ડેકોરેશન
Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 19, 2023 | 8:29 AM

Ahmedabad : ગણેશ પર્વ પર ગણેશ ભક્તો પણ ગણેશજીને આવકારવા તૈયાર છે. અને તે પણ વિવિધ રૂપે. અને તેમાં પણ ખાસ કરીને શહેરમાં લાગતા પંડાલોમાં તો આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળી શકે છે. અલગ અલગ થીમ જોવા મળી શકે છે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.

આજે ગણેશ ચતુર્થીના પર્વ પર ભક્તો ગણેશજીને આવકારવા માટે ઉત્સાહિત છે. ખાસ કરીને શહેરમાં લાગતા પંડાલોમાં તો આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળશે.જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી થીમ પર તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: ગાડી વેચવાના બહાને લાખોની છેતરપિંડી આચારનાર નિવૃત IPSના પુત્રની સોલા પોલીસે કરી ધરપકડ

ઓઢવમાં રત્નમાલા સોસાયટીમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ કે જેઓ છેલ્લા 40 વર્ષથી ગણેશ પર્વની ઉજવણી કરી છે. તેઓ દ્વારા આ વખતે ચંદ્રયાન 3 પર થીમ બનાવાઈ રહી છે. ગત વર્ષે રામ મંદિરનો મુદ્દો ચાલતો હતો ત્યારે રામ મંદિર પર થીમ બનાવી હતી. જ્યારે આ વર્ષે ચંદ્રયાન 3ની ભારતની સફળતા મળી છે. જે સફળતાની ઉજવણી કરવા સાથે જ ગણપતિ પર્વ પર એક અલગ નજારો લોકોને જોવા મળે છે.

તે માટે ચંદ્રયાન 3 ની થીમ પસંદ કરાઇ છે. જ્યાં ગણેશ પર્વના દરેક દિવસે અલગ અલગ કાર્યક્રમો પણ થશે સાથે જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જેને ધ્યાન રાખીને ભક્તોને દર્શન કરવા અગવડતા ન પડે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં પરંતુ આ વર્ષે અમદાવાદ શહેરમાં ગણેશ પંડાલોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જે એ જ બતાવે છે કે આ વર્ષે મોંઘવારી વચ્ચે પણ ગણેશ ભક્તો ગણેશજીને આવકારવા ખૂબ આતુર છે. અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ અનુસાર વર્ષે 600 ની આસપાસ અમદાવાદ શહેરમાં પંડાલો બન્યા હતા. જેની સામે આ વર્ષે 800 થી વધારે લોકોએ પંડાલ બનાવવા માટે એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

800 થી વધારે લોકોએ પંડાલ બનાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું

જે પંડાલોમાં આ વખતે લોકોને ચંદ્રયાન 3 થીમ, જંગલ થીમ, પક્ષી બચાવો થીમ, મહિલા સશક્તિકરણની થીમ, પાતાળથી ધરતી થીમ, આકાશથી ધરતી થીમ, જેવી વિવિધ થીમો ના ભક્તોને દર્શન કરવા મળશે. જેમાં સૌથી સારી થીમને ગણેશ પર્વ પૂરો થવા આવે ત્યારે ઇનામ આપીને સન્માન પણ કરવામાં આવશે. જે ગણેશ પર્વ દરમિયાન ભક્તોને 5 ઇંચ થી લઈને 11 ફૂટ ઊંચા ગણેશજી ના દર્શન કરવા મળશે. અને તેમાં પણ આ વખતે લાલ બાગ ચા રાજા અને દગડું શેઠના ગણપતિની બજારમાં સૌથી વધુ ડિમાન્ડ છે. તે સિવાય મહારાજ ગણપતિ. બાલ ગણપતિ સહિત અન્ય રૂપના ગણપતિ પણ લોકો પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કેટલાક સ્થળો ઉપર વર્ષોથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જેમાં શ્યામલ કા રાજાની વાત હોય, કે વસ્ત્રાપુરમાં બેસાડવામાં આવતા ગણપતિની વાત હોય, કે પછી અન્ય વિસ્તારમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી કાયમી દર વર્ષે ગણપતિને બેસાડવાની વાત હોય. તે તમામ ગણપતિ ની મૂર્તિઓ હાલ તૈયાર થઈ રહી છે. સાથે જ ગણપતિને બેસાડવાની તૈયારીઓમાં પણ લોકો લાગી ચૂક્યા છે. અને બસ હવે રાજ જોવાઈ રહી છે ગણેશ ચતુર્થી આવવાની કે જ્યારે લોકો ગણપતિ બાપાનું સ્વાગત કરશે અને ગણેશ પર્વની શરૂઆત થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video