Ahmedabd: ધોળકાના પિતો-પુત્ર આપઘાત કેસમાં સ્યુસાઇડ નોટ મળી આવી, કુલ 19 લોકો સામે ગુનો નોંધાયો, જૂઓ Video
મફ્લીપુર ગામની રામદેવનગર સોસાયટીમાં રહેતા પરિવારની દીકરીએ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી. જયાં પિતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવતીના મૃતક પિતા કિરણ રાઠોડ ધોળકા GEBમાં લાઈનમેન તરીકે નોકરી કરતા હતા. થોડા દિવસ આગાઉ દીકરીએ પરિવારની સહમતી વિના પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની જાણ પરિવારને થઇ હતી.
Ahmedabd: અમદાવાદના ધોળકામાં રાઠોડ પરિવારના સામૂહિક આપઘાત પ્રયાસ (mass suicide attempt ) કેસમાં પોલીસને પરિવારના ઘરેથી સ્યુસાઇડ નોટ (Suicide note ) મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં 10થી 15 જેટલા લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઇડના આધારે ધોળકા પોલીસે કુલ 19 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરી છે.
મફ્લીપુર ગામની રામદેવનગર સોસાયટીમાં રહેતા પરિવારની દીકરીએ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી. જયાં પિતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવતીના મૃતક પિતા કિરણ રાઠોડ ધોળકા GEBમાં લાઈનમેન તરીકે નોકરી કરતા હતા. થોડા દિવસ આગાઉ દીકરીએ પરિવારની સહમતી વિના પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની જાણ પરિવારને થઇ હતી. જેથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
પરિવારના લોકોના નામ
- કિરણ રાઠોડ
- નીતાબેન રાઠોડ
- હર્ષ રાઠોડ
- હિરેન રાઠોડ
કિરણ રાઠોડ કોઠ GEB માં નોકરી કરતા હતા. પરિવાર મુળ મહેસાણા જિલ્લાનો વતની છે. આ સમગ્ર બાબતે ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી યોગ્ય તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
