AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather update: વાદળછાયા વાતાવરણ વચ્ચે ભરૂચ, ગીર સોમનાથ અને સાબરકાંઠામાં છૂટાછવાયા ઝાપટાંની આગાહી, જાણો તમારા શહેરનું હવામાન

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ 73 ટકા ભેજ સાથે વરસાદી ઝાપટા પણ પડવાની આગાહી છે. જામનગરમાં મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

Weather update: વાદળછાયા વાતાવરણ વચ્ચે ભરૂચ, ગીર સોમનાથ અને સાબરકાંઠામાં છૂટાછવાયા ઝાપટાંની આગાહી, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 6:33 AM
Share

રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ બફારાનું (Humidity) પ્રમાણ સતત વધી રહ્યું છે તેમજ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે તમારા  શહેર વડોદરા, વલસાડ અને તાપીમાં બફારા સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.  તો અમદાવાદ, (Ahmedabad) બોટાદ, પોરબંદરમાં ભારે બફારાનો અનુભવ થઈ શકે છે.

અમદાવાદીઓને બફારો અકળાવશે

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે 73 ટકા ભેજ સાથે વાદળછાયા વાતાવણમાં બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અમરેલીમાં વરસાદની હવે શક્યતા નથી. જ્યારે આણંદમાં તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો 77 ટકા હ્યુમિડિટી સાથે બાફનો અનુભવ થતા અકળામણ થઈ શકે છે જ્યારે અરવલ્લીમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો 79 ટકા બફારા સાથે વરસાદના છૂટાછવાયા ઝાપટા ઠંડકનો અનુભવ કરાવી શકે છે.

બનાસકાંઠાવાસીઓને વરસાદથી રાહત

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બનાસકાંઠાની વાત કરીએ તો મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 73 ટકા જેટલું રહેશે. તો ભરૂચમાં મહતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાદળછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 82 ટકા રહેશે અને હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહેશે. તો ભાવનગરમાં તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ વરસાદની શકયતા હવે નથી.

છોટા ઉદેપુર છૂટાછવાયા વરસાદી ઝાપટાનું અનુમાન

તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં (Chota Udepur) મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અહી હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાહોદમાં પણ 86 ટકા ભેજ સાથે મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ડાંગમાં પણ વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહતમ તાપમાન 25 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 92 ટકા જેટલું રહેશે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદની વિદાય

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તો ગાંધીનગરમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે અહીં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ 73 ટકા ભેજ સાથે વરસાદી ઝાપટા પણ પડવાની આગાહી છે. જામનગરમાં મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ શહેરમાં વરસાદી ઝાપટી પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો જૂનાગઢમાં (Junagadh) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અહીં ભારે વરસાદની સહેજ પણ શક્યતા નથી.

મહિસાગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

કચ્છમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. ખેડામાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહિસાગરવાસીઓ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાનો અનુભવ કરી શકે છે. મહેસાણામાં મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મહેસાણા તેમજ મહિસાગરમાં વરસાદની શક્યતા નથી.

નર્મદાવાસીઓ કરશે વરસાદનો અનુભવ

નર્મદા (Narmada) જિલ્લામાં છૂટાછવાયા અને ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો નવસારીમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણ સાથે બફારો અકળાવશે.

પોરબંદર અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

પોરબંદરમાં (Porbandar) મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વાદળછાયા વાતાવરણમાં બફારો અકળાવી શકે છે. વડોદરા અને વલસાડ અને તાપીમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરાનું (Vadodra) તાપમાન મહતમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો વલસાડનું મહતમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">