Gujarat weather: આજે સાંજે આ શહેરોમાં રહેશે ઠંડીનું જોર, દિવસે અહીં રહેશે ઉનાળાની ગરમી તો રાત્રે પડશે ઠાર, જાણો તમારા શહેરનું આજનું હવામાન?

મહિસાગર ખેડા, મહેસાણા, સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન વાતાવરણ 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે તેના કારણે ઠંડી (Cold) વધી પડશે. તો કચ્છ જિલ્લામાં દિવસે 42 ડિગ્રી સાથે ઉનાળા જેવી ગરમી અનુભવાશે , પરંતુ રણ વિસ્તાર હોવાથી સાંજ  થતા જ અહીં ઠંડક વ્યાપી જશે અને રાત્રે તાપમાન  20 ડિગ્રી જેટલું નીચું જશે.

Gujarat weather: આજે સાંજે આ શહેરોમાં રહેશે ઠંડીનું જોર,  દિવસે અહીં રહેશે ઉનાળાની ગરમી તો રાત્રે પડશે ઠાર, જાણો તમારા શહેરનું આજનું હવામાન?
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 8:57 AM

રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ અનુભવાય છે રાત પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક વર્તાવા લાગે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. ત્યારે મહિસાગર ખેડા, મહેસાણા, સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન વાતાવરણ 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે તેના કારણે ઠંડી વધી પડશે. તો કચ્છ જિલ્લામાં દિવસે 42 ડિગ્રી સાથે ઉનાળા જેવી ગરમી અનુભવાશે , પરંતુ રણ વિસ્તાર હોવાથી સાંજ  થતા જ અહીં ઠંડક વ્યાપી જશે અને રાત્રે તાપમાન  20 ડિગ્રી જેટલું નીચું જશે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી હળવી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 27 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં રાત્રે તાપમાન 26 ડિગ્રી થશે. તો મહત્તમ તાપમાન 32 ડિગ્રી અનુભવાશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. આમ દિવસ દરમિયાન ઉગ્ર ગરમી અને રાત્રે એકદમ ઠાર પડશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે.

મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 21 ડ઼િગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 38 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">