Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ઓખા પોર્ટ પર તમામ સુરક્ષા એજન્સીઓ સજ્જ, જુઓ video
વિનાશક બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. જેને પહોંચી વળવા NDRFના જવાનો સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સજ્જ છે.
Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ગંભીર ચક્રવાતી તોફાન ‘બિપરજોય‘ની (Cyclone Biparjoy) અસરોથી ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા સુરક્ષા એજન્સીઓએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 15 જૂને સાંજે જખૌ (Jakhau) કિનારે લેન્ડફોલ કરશે અને ત્યારબાદ તે કચ્છના રણ થઈને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
સુરક્ષા એજન્સીઓ ખડેપગે
વિનાશક બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. જેને પહોંચી વળવા NDRFના જવાનો સજ્જ છે. કુલ 19 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં 18 ટીમ ગુજરાતમાં અને 1 ટીમ દીવમાં તૈનાત છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં 6 ટીમ, દેવભૂમિદ્વારકામાં 3 ટીમ, વલસાડ, જામનગર, મોરબી, રાજકોટ અને ગીરસોમનાથમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવેલી છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy Breaking : જખૌ પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો, શ્રમિકોના ઘરમાં ઘૂસ્યા પાણી
આ ઉપરાંત જુદી-જુદી 3 બટાલિયનની 10થી વધુ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર પડ્યે વધુ ટીમો તાત્કાલિક તૈનાત કરવામાં આવશે. NDRFના ડેપ્યુટી કમાન્ડર જણાવ્યું હતું કે NDRFની ટીમો વાવાઝોડા સામે પહોંચી વળવા સજ્જ છે. સુરક્ષા એજન્સીઓ પાસે સુરક્ષા અને કોમ્યુનિકેશનના પૂરતા સાધનો છે. NDRFના જવાનો વહીવટી તંત્ર સાથે સંકલન કરીને કામ કરી રહ્યા છે. હાલ લોકોના સ્થળાંતર અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી કરાઈ રહી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો