Devbhoomi Dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા, સૌ-પ્રથમ દ્વારકાધીશના દર્શન કર્યા

ત્રિદિવસીય ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચી ગયા છે. અહીં રાહુલ ગાંધીએ સૌપ્રથમ દ્વારકા મંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા છે.

Devbhoomi Dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા, સૌ-પ્રથમ દ્વારકાધીશના દર્શન કર્યા
Devbhoomi Dwarka: Rahul Gandhi arrives to participate in Congress meditation camp, first visits Dwarkadhish (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 1:08 PM

Devbhoomi Dwarka: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની (Congress Chintan Shibir) ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે. ત્રિદિવસીય ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પહોંચી ગયા છે. અહીં રાહુલ ગાંધીએ સૌપ્રથમ દ્વારકા મંદિરમાં (Dwarka Temple)દ્વારકાધીશના દર્શન કર્યા છે.

દ્વારકા હેલિપેડ ખાતે રાહુલ ગાંધી ઉતર્યા હતા. રાહુલ ગાંધીની હેલિપેડ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર,અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓએ સ્વાગત કર્યું હતું. હેલિપેડથી રાહુલ ગાંધી દ્વારકાધીશ દર્શન કરવા પહોંચ્યા હતા. બપોરે 1:30 થી 3:30 સુધી રાહુલ ગાંધી દ્વારા ચિંતન શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે.

મહત્વનું છે કે ચિંતન શિબિરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું, જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરા ખોર છે. તો રઘુ શર્માએ કહ્યું હતું, કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા સાથે ચાલતી પાર્ટી છે. કોંગ્રેસ 5 નેતાઓથી નથી ચાલતી, લાખો કર્યાકર્તાઓ પાર્ટીની સાથે છે અને તાકાત છે.ચિંતન શિબિરમાં વરિષ્ઠ નેતાઓની અધ્યક્ષતામાં 10 અલગ અલગ ગ્રુપ બનાવીને મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાહુલ ગાંધીએ સૌપ્રથમ દ્વારકા મંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ બપોરે 1:30 કલાકે ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચશે. રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનોને માર્ગદર્શન આપશે. સાથે જ આ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટેનો રોડમેપ તૈયાર કરાશે.

ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરાશે

દ્વારકા ખાતે આયોજીત ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા જુદા જુદા 18 મુદ્દાઓની વિષયવાર આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે વિવિધ 10 જુથોમાં ડેલીગેટોને વહેચવામાં આવ્યા હતા. જેમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કોરોના મહામારી, ખેડૂતો – ખેતીની સમસ્યા, આર્થિક અવ્યવસ્થા, શહેરી સમસ્યા સહિતના 18 જેટલા મુદ્દાઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક, આક્રમક, કાર્યક્રમ કરવાનું ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવ્યું.

આગામી ચૂંટણી માટે ‘વિઝન ડોક્યુમેન્ટ – દ્વારકા ડેક્લેરેશન’ જાહેર કરશે

આ સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ – આગેવાનોની ચર્ચા મંથન બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ચિંતન શિબિરના ત્રીજા દિવસે કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણી માટે ‘વિઝન ડોક્યુમેન્ટ – દ્વારકા ડેક્લેરેશન’ જાહેર કરશે.

આ પણ વાંચો : Happy Birthday Ahmedabad: ગુજરાતીમાં બન્યા છે ‘અમદાવાદ’ની ઓળખને દર્શાવતા અનેક ગીત, સ્થાપત્યોથી લઇને શહેરને સતત ધબકતુ રાખનારા ગૌરવસમા સ્થળોની છે વાત

આ પણ વાંચો : Surat: વેપારી સાથે છેતરપિંડી કરવા MLAનું નામ આપી વિમાનમાં આવતો ઠગ પકડાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">