Happy Birthday Ahmedabad: ગુજરાતીમાં બન્યા છે ‘અમદાવાદ’ની ઓળખને દર્શાવતા અનેક ગીત, સ્થાપત્યોથી લઇને શહેરને સતત ધબકતુ રાખનારા ગૌરવસમા સ્થળોની છે વાત
અમદાવાદ સાથે ભાગ્યે જ કોઇ ગુજરાતી હોય કે જેની લાગણી જોડાયેલી ન હોય, અમદાવાદ સતત વિકાસની હરણફાળ ભરતુ જઇ રહ્યુ છે. ત્યારે ન થોભનારા આ અમદાવાદ પર ગુજરાતીમાં અનેક ગીત બન્યા છે.
અમદાવાદ (Ahmedabad)ની સ્થાપનાને આજે 611 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આટલાં વર્ષોમાં અમદાવાદમાં ઘણું બદલાયું છે. અમદાવાદ શહેરે રમખાણો, ભૂકંપ જેવી અનેક વિવિધ ઘટનાઓ જોઈ છે. પણ ઘટનાઓના બોધપાઠથી બેઠુ થયેલું શહેર થંભ્યુ નથી. અમદાવાદ સતત વિકાસ (Devlopent)ની હરણફાળ ભરતુ જઇ રહ્યુ છે. ત્યારે ન થોભનારા આ અમદાવાદ પર ગુજરાતીમાં અનેક ગીત (Gujarati song on Ahmedabad) બન્યા છે.
અમદાવાદ સાથે ભાગ્યે જ કોઇ ગુજરાતી હોય જેની લાગણી જોડાયેલી ના હોય, અમદાવાદ સતત વિકાસના પંથે આગળ વધનારુ શહેર છે. અમદાવાદનો જન્મદિવસ એટલે દરેક ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીના શરીરમાં ધબકતા હૃદયના ધબકારા.
અમદાવાદના ભવ્ય વારસાની વાત કરીએ તો ભદ્વનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, રાણીનો હજીરો, ત્રણ દરવાજા. કાલુપુર સ્વામીનારાયણ મંદિર, સીદી સૈયદની જાળી, એલિસબ્રીજ, ગણેશ મંદિર, સરખેજ રોઝા, ગાંધી આશ્રમ, દાંડી પુલ, કોચરબ આશ્રમ સહિતની અનેક જગ્યા છે, જે અમદાવાદનું જ નહી પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ગુજરાતના લોકલાડીલા ગાયક અરવિંદ વેગડા (Arvind Vegda)એ 2021માં અમદાવાદ પર એક ગીત રીલિઝ કર્યુ હતુ, આ ગીતમાં અમદાવાદના દરેક ગૌરવને રજુ કરવામાં આવ્યા છે.
તો એકટર પ્રતીક ગાંધી (Pratik Gandhi)અભિનીત રોંગ સાઇડ રાજુમાં પણ દોડતા, ભાગતા અમદાવાદ વિશે વાત કરવામાં આવી છે. જે ખૂબ જ પ્રખ્યાત પણ થયુ હતું.
આ સિવાય અમદાવાદ એટલે ગુજરાતનું એક ધબકતું શહેર અને વેપાર વાણીજ્યનું ફકત ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું એક મહત્વનું શહેર. ત્રણ વર્ષ પહેલાં અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ શહેરનો પણ શિરપાવ મળ્યો છે. અમદાવાદમાં ઐતિહાસીક, પૌરાણીક અને ધાર્મીક ઉપરાંત ઘણા એવા સ્થાન છે કે જે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળોમાં આવે છે.
તો જાણીકા ગાયક દેવાંગ પટેલે (Devang Patel)તો અમદાવાદ પર ગરબો જ બનાવી દીધો છે. ”મજાનું છે મારુ શહેર, જલ્સા અને લીલા લહેર, મે તો મન ભરીને જોયુ, તમે જોવા આવજો” આ ગીતસાંભળતા જ સૌનું મન ઝુમી ઉઠે.
અમદાવાદ વિશે તો જેટલી વાત કરીએ તેટલી ઓછી પડે, જો કે અમદાવાદ એ સૌ ગુજરાતીઓની શાન સમાન શહેર છે.
આ પણ વાંચો-
અમદાવાદ : અમદાવાદનો 611મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો
આ પણ વાંચો-