AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વેપારી સાથે છેતરપિંડી કરવા MLAનું નામ આપી વિમાનમાં આવતો ઠગ પકડાયો

સુરત (Surat) ના જવેલર્સના માલિકને ‘રાજસ્થાન પાલીના ધારાસભ્ય કે યહાં સે બોલ રહા હું’ કહી ઠગાઈ કરવા આવેલા એકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પાસેની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે. સુરત-રાજસ્થાનના અલગ અલગ એક નહિ પણ 60થી વધુ ઠગાઈના ગુનાના છેલ્લા ઘણા સમયથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ને મોટી […]

Surat: વેપારી સાથે છેતરપિંડી કરવા MLAનું નામ આપી વિમાનમાં આવતો ઠગ પકડાયો
વેપારી સાથે છેતરપિંડી કરવા MLAનું નામ આપી વિમાનમાં આવતો ઠગ પકડાયો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:49 PM

સુરત (Surat) ના જવેલર્સના માલિકને ‘રાજસ્થાન પાલીના ધારાસભ્ય કે યહાં સે બોલ રહા હું’ કહી ઠગાઈ કરવા આવેલા એકને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પાસેની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે.

સુરત-રાજસ્થાનના અલગ અલગ એક નહિ પણ 60થી વધુ ઠગાઈના ગુનાના છેલ્લા ઘણા સમયથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. જ્યારે આ વ્યક્તિ પરિચિત વ્યક્તિઓના નામે વેપારીઓને ફોન કોલ કરનાર મહાઠગ બાજ 10 દિવસ પહેલા જ જયપુર જેલમાંથી છૂટ્યો હોવાનું બહાર આવ્યું છે.

ઠગબાજ સુરેશ ઉર્ફે ભૈરીયા ભવરલાલ ઘાંચી ગૂગલ પરથી મહાનુભવોના નામ નંબર લઈ ઠગાઈનો પ્લાન બનાવતો હોવાનું સામે આવ્યું છે. તે જાણીતા વ્યક્તિના નામે ફોન કરી વેપારીઓને વિશ્વાસમાં લેતો હતો અને ઠગાઈ કરતો હતો, સાથે આ ઠગ દિલ્હીથી સુરત પ્લેનમાં ઠગાઈ કરવા આવતો હતો. સુરતમાં વેપારીને ટીકીટ બતાવતો અને જેથી વેપારી વધુ વિશ્વાવમાં આવી જાય અને ત્યાર બાદ તેવની સાથે છેતરપિંડી કરતો હતો.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

પાર્લેપોઈન્ટના જવેલર્સ દિપક ચોકસી પર ગુરુવારે બપોરે સાડા બાગ વાગ્યે એક કોલ આવ્યો હતો. જેમાં ટ્રુ કોલરમાં એમએલએ પાલી તરીકે ડિસ્પ્લે થતાં આ કોલેરે પોતે એમએલએ હોવાનું અને પરિવાર સાથે તેઓ તેમને ત્યાં દાગીના લેવા આવી રહ્યાનું જણાવ્યું હતુ. બાદમાં 18 મિનિટ બાદ આ નંબરથી ફોન કરી પોતાના સંબંધીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તે માટે પાંચ લાખની વ્યવસ્થા અમદાવાદમાં કરી આપવા અને સાંજે દાગીના લેવા આવીએ ત્યારે આ રૂપિયા પણ આપી દેવાનું કહ્યું હતુ. અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. અને એમએલએનો રેફરન્સ આપી કયાં નાણાં મોકલો છો તેવું પુછતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. આમ દિપકભાઈએ નાણાં આપવાને બદલે પોલીસ કમિશ્નર અજય તોમરને જાણ કરતાં તેમણે ક્રાઈમ બ્રાન્ચે કામ સોપ્યું હતુ. પોલીસે બંને કોલનું લોકેશન ટ્રેસ કર્યું હતુ બાદ હોટેલ મુરલીધરમાં રોકાયેલા સુરેશ ઉર્ફે ભેરીયા ભવરલાલ ઘાંચીને ઝડપી લીધો હતો ઝડપી પાડ્યા બાદ આ ઈસમને પોલીસ દ્વારા સઘન પુછપરછ કરતા એક પછી એક હકીકતો સામે આવા લાગી હતી જેણે સુરત જ નહીં પણ ગુજરાતના અને બહારના રાજ્યોમાં પણ સંખ્યાબંઘ ગુના આચર્યા હોવાનું ખુલ્યું છે.

સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરી છે કે સુરત શહેરના નાગિરકો તથા જવેલર્સ કે વેપારીઓને જો તમારી સાથે આવા કોઈ પણ ઇસમ કે અજાણ્યા નબરથી ફોન કરી આપની સાથે ઠગાઈ કરવાનો ફોન આવે કે પ્રયત્ન કરે તો સુરત શહેર પોલીસનો તાત્કાલિક સંર્પક કરવા વિનંતી છે. તથા આવા કોઈ પણ અજાણ્યા ઇસમ દ્વારા ફોન કરી ઠગાઈ કરવાની કોશિશ કરે તેની શંકા ઉપજે તો વિડીયો કોલ કરીને પણ ફોન કરનાર ઇસમની ખરાઈ કરવી જેથી આવા પ્રકારની ઠગાઈથી બચી શકાય કરણ કે વેપારી કે ફરિયાદીઓ લોભામણી વાતોમાં આવી ને રૂપિયા કે માલ આપી દેતા હોય અને બાદમાં છેતરતા હોય છે.

આ પણ વાંચોઃ Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી

આ પણ વાંચોઃ ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ, હજુ પણ અમદાવાદમાં જીવિત છે પોળનું કલ્ચર

g clip-path="url(#clip0_868_265)">