ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની માગ, 28 વર્ષથી પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચો રમાઈ શકે તેવું મેદાન નહીં
ભાવનગરના નેતાઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ છે, ત્યારે ભાવનગરના ખેલાડીઓમા આંતરરાષ્ટ્રીયસ્તરના ક્રિકેટ સ્ટેડિયમની આશા જન્મી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાવનગર(Bhavnagar)ના ખેલાડીઓની ઉપસ્થિતિ સમગ્ર દેશ લઇ રહ્યું છેં. પરંતુ ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ (International level stadium)ની વાત વર્ષોથી બે પૂંઠા વચ્ચે દબાઈને પડેલી છે. વારંવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની માગ ઉઠે છે, જોકે તેને ધ્યાને લેવાતી નથી. નવાઇની વાત તો એ છે કે ભાવનગરમાં છેલ્લા 28 વર્ષથી પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચો (Cricket matches) રમાઈ શકે તેવું મેદાન પણ ઉપલબ્ધ નથી.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, હાલના શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ ભૂતકાળમાં વારંવાર ભાવનગરમાં સ્ટેડિયમ માટે જાહેરાતો કરી વચનો આપ્યા છે. જો કે તેના પર કોઇ કામગીરી શરુ થતી દેખાતી નથી. ભાવનગરના ખેલાડીઓ જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યા છે ત્યારે ભાવનગરમાં ક્રિકેટ સ્ટેડિયમના અભાવે ક્રિકેટના આશાવાદી ખેલાડીઓમાં નિરાશા ફેલાઈ છે.
ભાવનગરના નેતાઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ છે, ત્યારે ભાવનગરના ખેલાડીઓ ક્રિકેટ સ્ટેડિયમની આશા જન્મી છે.1992 અને 1994 માં ભાવનગર યુનિવર્સિટી ક્રિકેટ મેદાન ખાતે રણજી ટ્રોફીની મેચ રમાઈ હતી પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા 28 વર્ષથી ભાવનગરમાં એક પણ પ્રથમ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી શક્યા નથી, તેના મૂળમાં ભાવનગરમાં નેશનલ ક્રિકેટના ધારાધોરણ મુજબ ક્રિકેટ મેદાન બનાવવાનુ છે.
ગત રવિવારે સંપન્ન થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં ભાવનગરના શેલ્ડન જેક્સન અને ચેતન સાકરીયાને કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વર્ષો અગાઉ ભાવનગર અશોકભાઈ પટેલ ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા અને તાજેતરમાં ડાબેરી ફાસ્ટ બોલર ચેતન સાકરીયા પણ ભારત વતી વન-ડેમાં રમી ચૂક્યા છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ ખાતે સંપન્ન થયેલી અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની ટીમ ચેમ્પિયન બની હતી અને આ ટીમમાં ભાવનગરના અંશ ગોસ્વામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ ભાવનગર ક્રિકેટનું પ્રદાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર રહ્યું છે.
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ક્રિકેટ મેદાન ટૂંક સમયમાં નવીનીકરણ કરવામાં આવી રહ્યું છેં. પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં માપદંડ મુજબ મેદાનને સવલતો ઉભી કરવા માટે યુનિવર્સિટીમાં પ્રયત્નો શરૂ છેં. ભરૂચ ક્રિકેટ ક્લબ ખાતે સર ભાવસિંહજી ક્રિકેટ એકેડમી, સંસ્કાર મંડળ ક્રિકેટ એકેડમી અને યુનિવર્સિટી મેદાન ખાતે ભાવનગરના એક હજારથી વધુ યુવા ક્રિકેટરો પોતાની કારકિર્દી કરવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પણ ભાવનગરમાં પ્રથમ શ્રેણી કક્ષાનું ક્રિકેટ મેચનું આયોજન નહીં થતું હોવાને કારણે ખેલાડીઓને પુરતું પ્રોત્સાહન મળી શકતું નથી.
ભાવનગરના લોકો પણ ઈચ્છી રહ્યા છેં કે રાજકોટની જેમ જ ભાવનગરમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ મેદાન બને. ભાવનગર મનપાના ભાજપના સત્તાધીશો પણ હાલમાં જગ્યાથી લઈને જુદા જુદા સ્થળોએ સરકારી જમીન પર સ્ટેડિયમ બનવવા પ્રયત્નો કરી રહ્યા હોવાની વાતો કરે છે. જોકે કોંગ્રેસ કાર્યકરો ભાજપ માત્ર વાયદા કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છેં, ત્યારે ભાવનગરમાં જો આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બને તો ભાવનગરમાં અનેક સચિન અને વિરાટ ઉભા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો-
ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી
આ પણ વાંચો-