Weather Update: ગુજરાતના હવામાનમાં આવશે પલટો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા, રાજ્યના તાપમાનમાં નોંધાશે ઘટાડો

હવામાન વિભાગ (IMD) દ્વારા નવસારી, તાપી. ડાંગમાં   તેમજ વલસાડમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના તાપમાનમાં 14 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે  છે.

Weather Update:  ગુજરાતના હવામાનમાં આવશે પલટો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા, રાજ્યના તાપમાનમાં  નોંધાશે ઘટાડો
Weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 4:12 PM

બંગાળની ખાડીમાં  સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે.  આ ચક્રવાતી તોફાનને કારણે   દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર 6 ડિસેમ્બરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. બુધવારે તે ચેન્નાઈથી લગભગ 750 કિમી દૂર સ્થિત હતું. આ વાવાઝોડાને  પગલે ગુજરાતના હવામાનમાં પણ મોટો ફેરફાર આવી શકે  છે.  હવામાન વિભાગના  ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાને પગલે  ગુજરાતમાં આગામી  12 અને 13 ડિસેમ્બરે  ઉત્તર ગુજરાત તથા દક્ષિણ  ગુજરાતમાં  વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગ દ્વારા નવસારી, તાપી. ડાંગમાં   તેમજ વલસાડમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના તાપમાનમાં 14 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે  છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં રાત્રિના તાપમાનનો પારો જશે નીચે

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 19 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દાહોદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 35 42 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 18 ડ઼િગ્રી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">