Breaking News: ડાંગના સાપુતારામાં લક્ઝરી બસ પલટી, 38 લોકો ઇજાગ્રસ્ત, અમદાવાદની બસ શિરડીથી પરત ફરી રહી હતી
Dang News : આ અકસ્માત માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પરના વળાંકની પર સર્જાયો હતો. ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જે બાદ બસ પલટી મારી જતાં બસમાં સવાર 56માંથી 38 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ડાંગના (Dang) સાપુતારામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત (Accident) માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પરના વળાંકની પર સર્જાયો હતો. ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી જે બાદ બસ પલટી મારી જતાં બસમાં સવાર 56માંથી 38 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનામા 13 ઇજાગ્રસ્તને સામગહાન, 20 ઇજાગ્રસ્તને આહવા સિવિલમાં અને 5 ઇજાગ્રસ્તને સુરત રિફર કરાયા છે. અમદાવાદના સાણંદથી નાસિક, શિરડી પ્રવાસેથી મુસાફરોને લઈને લકઝરી બસ પરત ફરી રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો- Gujarati Video : નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 2 ના મોત
નડિયાદમાં પણ ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
બીજી તરફ આવી જ એક અકસ્માતની ઘટના ખેડાના નડિયાદમાં સામે આવી છે. નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યાં છે. જ્યારે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો છે. નશામાં ધૂત ડ્રાઈવરને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
લક્ઝરી બસે ST બસને પાછળથી મારી હતી ટક્કર
ગાંધીનગર જિલ્લાના કલોલમાં અંબિકા નજીક અમદાવાદ તરફ જતી એસટી બસની ટક્કરે મુસાફરોના મોત થયા છે. અકસ્માતમાં 4 મુસાફરના ઘટનાસ્થળે જ મોત થયા છે.કલોલ અંબિકા બસ સ્ટોપ પર પેસેન્જર ઉભા હતા તે સમયે જ એસટી બસે તેમને અડફેટે લીધા હતા.
પાછળથી આવતી એક લક્ઝરી બસે એસટી બસને ટક્કર મારી હતી. જે પછી એસટી બસને ટક્કર વાગતાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવેલી એસટી બસ રોડ નજીક બેઠેલા મુસાફરો પર જ પર ચઢી ગઇ હતી. જે પછી આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા છે.
આ પણ વાંચો- Panchmahal : ઉમરપુર અને હાંસેલાવ ગામમાં નળ છે પણ પાણી નથી, ભર ઉનાળે પાણીની પારાયણ, જુઓ Video
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…