Gujarati Video : નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 2 ના મોત

Gujarati Video : નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 2 ના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 7:59 AM

નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યાં છે.જ્યારે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના ખેડાના નડિયાદમાં સામે આવી છે. નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યાં છે.

આ પણ વાંચો : Gujarati Video: ખેડાઃ ઉનાળાના પ્રારંભે જ મહેમદાવાદ પાલિકાનો વિચિત્ર નિર્ણય, મહેમદાવાદ પાલિકા વિસ્તારમાં એક જ વખત આપવામાં આવશે પાણી

જ્યારે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો છે. નશામાંધૂત ડ્રાઈવરને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

અમદાવાદમાં નશામાંધૂત ડ્રાઈવરે સર્જયો હતો અકસ્માત

તો બીજી તરફ અમદાવાદના આનંદ નગર રોડ પર આવેલ સંજય ટાવર પાસે વોલ્વો કાર(Volvo) ચાલકે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યે આનંદ નગર રોડ પર પુરઝડપે આવતી વોલ્વો કારે એક બાદ એક ત્રણ જેટલા વાહનો અડફેડે લઈ અકસ્માત સર્જાયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">