Gujarati Video: ડાંગમાં મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા ભાજપમાં જ પડ્યા બે ભાગલા, જિલ્લા પ્રમુખના રાજીનામા બાદ પણ નથી શમ્યો વિવાદ

Dang: ડાંગમાં મનરેગાના કામમાં બોગસ જોબકાર્ડ બનાવી ઉચાપત સામે આવી છે. સરપંચ સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ગ્રામ પંચાયતના સભ્ય અને આગેવાન દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમે સરપંચે ફગાવ્યા છે સાથે જ રાજકીય કિન્નાખોરી રાખી ષડયંત્ર રચ્યુ હોવાના દાવા કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 10:38 PM

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલું સરવર ગામ. આ ગામમાં ભ્રષ્ટાચારને લઈને ભાજપમાં જ બે ભાગલા પડી ગયા છે. જિલ્લા પ્રમુખ તરીકે દશરથ પવારે રાજીનામુ આપવું પડ્યું, તેમ છતાં ભ્રષ્ટાચારનો મુદ્દો શાંત પડ્યો નથી. સમગ્ર ઘટનાની વિગત અનુસાર સરવર ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય અશોક ચૌધરીએ RTI કરી હતી. જેમાં ગામની સ્માશન ભૂમી તરફનો રસ્તો, શાળાની દીવાલ તેમજ અન્ય કામો કાગળ ઉપર થયા હોવાનું બહાર આવ્યું. જેથી સરપંચની કામગીરી શંકાના દાયરામાં આવી.

સાથે જ મનરેગાના કામમાં બોગસ જોબકાર્ડ બનાવી ઉચાપત કરી હોવાનો સરપંચ ઉપર આરોપ લાગ્યો છે. જેથી સરપંચે રાજીનામું આપી દેવું પડ્યું છે. ગ્રામ પંચાયતના સભ્ય અને આગેવાનો દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને પૂર્વ સરપંચ જીગ્નેશ પટેલ ખોટા ગણાવ્યા છે, સાથે જ રાજકીય કિન્નાખોરી રાખી આ ષડયંત્ર રચ્યું હોવાના દાવા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ડાંગ ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થતાં રાજકારણ ગરમાયું, સંગઠન પ્રમુખ સહિત 5ના રાજીનામા

ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે ગામજનોના આક્ષેપોને જોતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વઘઈ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી ઉપલી કચેરીએ રિપોર્ટ કર્યો. જેમાં સમગ્ર મામલે કોરોના દરમિયાન બેકાર બનેલા ગામના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને રોજગારી આપવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે મરણ ગયેલા લોકોના નામે બનેલ જોબકાર્ડ અંગે હજુ પણ તપાસ ચાલુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">