ઉનાળુ વેકેશન દરમ્યાન ગિરિમથક સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા, લોકો ઠંડક સાથે એડવેન્ચર્સ એક્ટિવિટીની મજા માણી રહ્યા છે

દક્ષિણ ગુજરાત સ્થિત પ્રવાસન સ્થળ સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટી ને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે. પેરાગ્લાઈડીંગ નાના થી લઈને મોટા એડવેન્ચર લોકોને ખૂબ આકર્ષે છે.

ઉનાળુ વેકેશન દરમ્યાન ગિરિમથક સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા, લોકો ઠંડક સાથે એડવેન્ચર્સ એક્ટિવિટીની મજા માણી રહ્યા છે
ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 9:14 AM

હાલમાં ઉનાળુ વેલેશન(Summer Vacation) ચાલી રહ્યું છે. એક તરફ લોકો વેકેશનની મજા માણવાનામૂળ છે તો બીજી તરફ સૂર્યનારાયણ સતત આકાશમાંથી આગ વરસાવી રહયા છે. અસહ્ય ગરમીના કારણે લોકો ઘરમાં ઠંડક વચ્ચે જ રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગરમી વચ્ચે પણડાંગ(Dang) સ્થિત રાજ્યના ગિરિમથક સાપુતારા(Saputara)માં ઠંડક સાથે આહલાદક વાતાવરણનો અનુભવ મળતા પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કોરોનાકાળ બાદ પહેલી વખત પ્રવાસીઓની આટલી સારી સંખ્યા જોવા મળતા સ્થાનિકોને પણ સારી આવક મળી રહી છે તો પ્રવાસીઓને પણ આનંદ માણવા અનુકૂક સ્થળ પ્રાપ્ત થઇ રહ્યું છે.

ઉનાળુ વેકેશનમાં રજા ની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકો રાહત મેળવા માટે સાપુતાર જવાનું પસંદ કરી રહ્યા છે. સતત બે વર્ષ કોરોનાના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. પ્રવાસન ઉદ્યોગ ઉપર આધારિત લોકોની આ સમયગાળા દરમ્યાન કપરી હાલત થઇ હતી. ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ચાલુ વર્ષે વર્ષે ફરી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથકનો માહોલ ખુશનુમા બની ગયો છે. કોરોના મહામારીમાં હોટેલ ઉદ્યોગ સહિત નાના વેપારીઓને ખુબ મોટી અસર પહોંચી હતી પરંતુ હાલ લોકો કોરોનાની લગભગ વિદાય થઇ ચુકી હોવાનું સ્વીકારી ફરી સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે. સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ લોકો પરિવાર અને મિત્રો સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દક્ષિણ ગુજરાત સ્થિત પ્રવાસન સ્થળ સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટી ને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે. પેરાગ્લાઈડીંગ નાના થી લઈને મોટા એડવેન્ચર લોકોને ખૂબ આકર્ષે છે. ગરમીની સીઝનમાં તળાવ વચ્ચે બોટિંગ કરવાનું મળે એટલે મજા પડી જાય છે.

સાપુતારા ફરવા ગયેલા ધર્મેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. સાપુતારામાં ૨૨ ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે જે કાળઝાળ ગરમી સામે ખુબ અનુકૂળ વાતાવરણ લાગી રહ્યું છે. ઠંડક સાથે સાપુતારામાં હરવા – ફરવાની ખુબ મજા પડે છે જે ગરમીમાં રાહત સાથે આનંદ આપી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">