Dang : ઉબડખાબડ રસ્તાનું સમારકામ ન થતાં બે ગામના લોકો જિલ્લા કલેકટર અને ધારાસભ્ય પાસે પહોંચ્યા, જાણો શું મળ્યો જવાબ

ચાલુવર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના  પડઘમ વાગી શકે છે ત્યારે નેતાઓ પણ સ્થાનિકોની નારાજગીનું જોખમ ઉઠાવવા માંગતા નથી.

Dang : ઉબડખાબડ રસ્તાનું સમારકામ ન  થતાં બે ગામના લોકો જિલ્લા કલેકટર અને ધારાસભ્ય પાસે પહોંચ્યા, જાણો શું મળ્યો જવાબ
બિસમાર રસ્તાથી સ્થાનિકો પરેશાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 9:48 AM

ડાંગ(Dang) જિલ્લાના અંતરિયાળ ગામોમાં બિસમાર માર્ગ ને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે. ચોમાસામાં આ માર્ગ ઉપરથી પસાર થવું અડકાર સમાન બનવાના ભય વચ્ચે એક બાદ એક ગામમાંથી રસ્તાની સમસ્યાને લઈને કલકેટરને આવેદન પત્ર આપી રહ્યા છે. ડાંગ જિલ્લાના નિમપાડા થી કરાડીઆંબા ગામને જોડતા 5 કિમિ સુધીના બિસમાર માર્ગના કારણે લોકોને ભારે હાલાકી નો સમાનો કરવો પડી રહ્યો છે. ગામજનો અનુસાર 12 વર્ષ અગાઉ બનેલ આ માર્ગ હાલ ઉબડ ખાબડ બની ગયો છે. જે હવે ફરીથી બનાવવો સમયની માંગ છે.

માર્ગ ઉપરના ગરનાળામાં મસમોટા ખાડા પડી પડી ગયા છે જેના કારણે નિમપાડા, ગાડવીહિર અને કરાડીઆંબા સહિત અહિયાથી ડોન અને સુબિર જતા પ્રવાસીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં આ માર્ગ ઉપરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બને છે. ઉબડખાબડ રસ્તાના કારણે પ્રવાસીઓએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આકારને તેમનો સમય અને પૈસા બન્ને નો વ્યય થાય છે.

સ્થાનિકો અને પર્યટક પરેશાન

નિમપાડા અને ગાડવીહિર ગામના લોકો પોતાની આ સમસ્યા બાબતે માર્ગ મકાન વિભાગને અગાઉ ઘણીવાર રજુઆત કરી છે. રસ્તા બનાવવું બાબતે સ્થાનિક રાજકારણ માર્ગ નિર્માણના માર્ગમાં રોડ નાખતું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. ગ્રામજનો આ રસ્તા ન બનવા પાછળ નેતાઓને જવાબદાર ઠેરવે છે. હવે ગ્રામજનોની ધુરજ ખૂટી છે. ગામ લોકોએ જો સત્વરે આ માર્ગનું નવીનીકરણ કરવામાં નહિ આવે તો આંદોલન નો માર્ગ અપનાવવવો પડશે એવી ચીમકી ઉચ્ચારી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સમસ્યાનો વહેલી તકે હલ લાવવા ધારાસભ્યનું આશ્વાશન

ગાડવીહિર ગામના લોકોએ કલેકટર અને ધારાસભ્ય વિજય પટેલને આવેદનપત્ર આપ્યું છે. મામલે ધારાસભ્ય વિજય પટેલે કહ્યું હતું કે 2007 માં જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે પ્રથમવાર આ માર્ગ બનાવ્યો હતો હવે જ્યારે આ રસ્તો બિસમાર બન્યો છે એવી રજુઆત મળી છે ત્યારે આવનાર બજેટમાં એનું કામ મંજુર કરાવી સમસ્યા હલ કરવા પ્રયત્ન કરવામાં આવશે.

ચાલુવર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના  પડઘમ વાગી શકે છે ત્યારે નેતાઓ પણ સ્થાનિકોની નારાજગીનું જોખમ ઉઠાવવા માંગતા નથી. એક તરફ વર્ષો જૂની સમસ્યા હલ ન થતા સ્થાનિકો રોષમાં છે જેઓ હલ ન થાય તો આંદોલન અને ચૂંટણી દ્વારા મિજાજ દેખાડવાની ચીમકી આપી રહ્યા છે ત્યારે નેતાઓમાં પણ દોડધામ શરૂ થઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">