Weather Update: આજે શહેરમાં સૂર્યદેવ દર્શન આપશે કે પછી વરસાદ ખાબકશે? જાણો તમારા શહેરનું હવામાન
Weather Update : ગુજરાતમાં(Gujarat) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર થઈ રહી છે, ત્યારે આજે તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે તે જાણી લો. હવામાન વિભાગનું (IMD) માની એ તો હજુ પણ રાજયમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.

Weather Update: હવામાન વિભાગનું(IMD) માનીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં (Gujarat) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર થઈ રહી છે, ત્યારે આજે તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે તે જાણી લો. દાહોદમાં મહત્તમ તાપમાન 29 અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી રહેશે. અહીં 80 ટકા જેટલી વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતને ઘમરોળશે વરસાદ
જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 27 ડીગ્રી રહેશે. તેમજ 88 ટકા ભેજ વાળું વાતાવરણ રહેવાની સાથે સાથે 90 ટકા જેટલી શકયતા વરસાદની વ્યક્ત કરવામાં આવી છે જેથી ગરમીમાં રાહત રહેશે, પરંતુ બફારો અકળાવી શકે છે. અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તમજ વરસાદ પડવાની તમામ શક્યતા (Rain Forecast) છે તો આણંદમાં મોટાભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ વરસાદની સંભાવના 90 ટકા જેટલી છે.
જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં મહત્તમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે તો બનાસકાંઠામાં (Banaskantha) મહતમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. 89 ટકા ભેજના પ્રમાણે સાથે વરસાદની શકયતા 70 ટકા જટેલી છે તો ભરૂચમાં મહતમ તાપમાન 29 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તેમજ દિવસ દરમિયાન મોટાભાગે વાદળછાયુ વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની શકયતા 100 ટકા જેટલી છે.
ભાવનગરની વાત કરીએ તો શહેરમાં મહતમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. તેમજ વરસાદની સંપૂર્ણ શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો બોટાદમાં જિલ્લામાં (Botad) મહત્તમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંપૂર્ણ સંભાવના સેવાઈ રહી છે. બીજી તરફ છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 29 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. તેમજ શહેરમાં ભેજનું પ્રમાણ 80 ટકા જેટલું રહેશે, જો કે વરસાદને કારણે બફારાનો અનુભવ નહીં થાય.
દાહોદમાં દિવસ અને રાત દરમિયાન થશે ઠંડકનો અનુભવ
દાહોદમાં મહત્તમ તાપમાન 29 અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી રહેશે. અહીં 80 ટકા જેટલી વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
જો દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ડાંગની વાત કરીએ તો મહતમ તાપમાન 24 અને ન્યૂનતમ તાપમાન માત્ર 22 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદની 100 ટકા આગાહી કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં મહતમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે અને અહીં સૂર્યદેવ દર્શન આપશે નહીં કારણ કે અહીં ભારે વરસાદની આગાહી કરવામં આવી છે. જો પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો મહતમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. તેમજ વરસાદની શકયતા 80 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં મહતમ તાપમાન 28 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેમજ અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો સૌરાષ્ટ્રમાં જામનગરના (Jamnagar) હવામાનની વાત કરીએ તો મહતમ તાપમાન 30 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. તેમજ વરસાદની સંપૂર્ણ સંભાવના છે. જ્યારે જુનાગઢમાં મહતમ તાપમાન 28 રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. જ્યારે કચ્છમાં મહતમ તાપમાન 32 રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 દિવસ દરમિયાન વરસાદ પડવાની શકતા 80 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં ખેડાની વાત કરીએ તો મહતમ તાપમાન 32 રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જ્યારે 89 ટકા ભેજના પ્રમાણ સાથે વરસાદની શકયતા 80થી 90 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મહીસાગરમાં મહતમ તાપમાન 31 રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં (mehsana) વરસાદની શકયતા 70 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે તો મહતમ તાપમાન 33 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જ્યારે મોરબીમાં મહતમ તાપમાન 31 રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.
જ્યારે નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 29 અને ન્યૂનતમ તાપમાન 25 ટ કા રહેતા ઠંડકનો અનુભવ થશે, અહીં વરસાદની શકયતા 80 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના નવસારીમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે તો પંચમહાલમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન32 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેમજ વરસાદની શક્યતા 80 ટકા જેટલી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સાથે વરસાદ પડવાની સંપૂ્ણ શકયતાઓ છે તો સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે સાથે વરસાદ પડવાની શકયતા 80 ટકા જેટલી છે.
સુરતને ઘમરોળશે વરસાદ
સુરતમાં મહત્તમ તાપમાન માત્ર 28 અને ન્યૂનતમ તાપમાન 26 રહેવાના અનુમાન સાથે ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા તાપીમાં મહત્તમ તાપમાન 27 અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. જોકે વરસાદની શકયતા 80 ટકા જેટલી છે તો વડોદરામાં મહત્તમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 28 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. જેમાં વાદળાછાયા વાતાવરણ સાથે ભારે વરસાદની શકયતા છે.