AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં દેવભૂમિ દ્રારકામાં Cyclone Biparjoy પહોંચ્યું, જોરદાર પવન ફુંકાયો, જુઓ Video

ગુજરાતમાં દેવભૂમિ દ્રારકામાં Cyclone Biparjoy પહોંચ્યું છે. જેના લીધે જોરદાર પવન ફુંકાવવાની શરૂઆત થઈ છે.

Breaking News : ગુજરાતમાં દેવભૂમિ દ્રારકામાં Cyclone Biparjoy પહોંચ્યું, જોરદાર પવન ફુંકાયો, જુઓ  Video
Cyclone Biparjoy Dwarka
| Updated on: Jun 15, 2023 | 4:41 PM
Share

Cyclone Biparjoy  : ગુજરાતમાં દેવભૂમિ દ્રારકામાં Cyclone Biparjoy પહોંચ્યું છે. જેના લીધે જોરદાર પવન ફુંકાવવાની શરૂઆત થઈ છે. Biparjoy  વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. જેમાં વાવાઝોડુ કચ્છના જખૌ ખાતે મોડી રાત્રે ટકરાય તેવી શકયતા છે. . હાલ વાવાઝોડું જખૌથી માત્ર 120 કિમી જ દૂર છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છેઆ તોફાન સૌપ્રથમ કચ્છના દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતમાં જોવા મળશે. અત્યાર સુધીમાં અહીંથી 46 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ રાત્રે 9 થી 10 વાગ્યેની વચ્ચે અથડાય તેવી શકયતા છે.

વાવાઝોડાના (cyclone biporjoy) સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.

અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ધાર્મિક સ્થળો પર સતર્કતા વર્તવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ચોટીલા મંદિર બંધ રાખવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ છે. જ્યારે પાવાગઢ મંદિર આજે અને આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ છે. તો આ તરફ ચોટીલા મંદિર ટ્રસ્ટે આગામી બે દિવસ દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.

આ પણ વાંચો-Biporjoy Cyclone Update: વાવાઝોડા પહેલા ભારે પવન સાથે વરસાદ, પોરબંદર, દ્વારકા અને માંડવીના દરિયાનો કરંટ વધ્યો, જુઓ Video

કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ

તો બીજી તરફ વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. અલગ – અલગ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. ગુજરતમાં સૌથી વધુ પવન ચક્કીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છના માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ પણ બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવનચક્કીઓ બંધ કરાઈ છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">