AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા ફરી વિવાદમાં, પોતાના જ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર આપ્યાનો આક્ષેપ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. નિરજા ગુપ્તાએ પોતે લખેલા પુસ્તકની નકલો યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખરીદાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ, તેમના કાર્યકાળની પૂર્ણાહુતિ પહેલાં યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિક સ્ટડીઝ (IIS) વિભાગ મારફતે પુસ્તક ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

Breaking News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા ફરી વિવાદમાં, પોતાના જ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર આપ્યાનો આક્ષેપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2026 | 1:18 PM
Share

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. નિરજા ગુપ્તાએ પોતે લખેલા પુસ્તકની નકલો યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખરીદાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ, તેમના કાર્યકાળની પૂર્ણાહુતિ પહેલાં યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિક સ્ટડીઝ (IIS) વિભાગ મારફતે પુસ્તક ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ મામલે પુસ્તક ખરીદીના ઓર્ડર, બિલની મંજૂરી અને ચુકવણી સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

‘સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિ’ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર

આક્ષેપ મુજબ, નિરજા ગુપ્તા લિખિત ‘સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિ’ પુસ્તકની ખરીદી માટે યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિક સ્ટડીઝ વિભાગને સૂચના આપવામાં આવી હતી. IIS વિભાગનાં કોઓર્ડિનેટર સોનલ મલ્હોત્રાએ વિભાગને પુસ્તક ખરીદવા જણાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ નિરજા ગુપ્તા દ્વારા નિમણૂક કરવામાં આવેલા એક અધિકારીએ પુસ્તકની એક હજાર નકલો ખરીદવાનો ઓર્ડર કર્યો હોવાનો દાવો છે.

₹4.14 લાખનું બિલ ફાળવાયું

પુસ્તક ખરીદીના ઓર્ડર બાદ પ્રભાત પ્રકાશ નામની સંસ્થાને ₹4.14 લાખનું બિલ ફાળવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બિલની ચુકવણી માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે લેખિતમાં જાણ કરી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં પુસ્તક ખરીદવાનો નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો, એક હજાર નકલો ખરીદવાની જરૂરિયાત કેવી રીતે નક્કી થઈ અને ખરીદી માટેની મંજૂરીની પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તેવા સવાલો ઊભા થયા છે.

નિરજા ગુપ્તાની સહી સહિતના દસ્તાવેજોની તપાસ

આ મામલે બિલને મંજૂરી આપવામાં નિરજા ગુપ્તાની સહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન રજિસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન પુસ્તક ખરીદીના ઓર્ડર, સંબંધિત દસ્તાવેજો, બિલની મંજૂરી અને ચુકવણીની પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી રહી છે.

હાલમાં આ મામલે સામે આવેલા આક્ષેપોની તપાસ ચાલી રહી છે. પુસ્તક ખરીદીનો નિર્ણય નિયમો મુજબ લેવાયો હતો કે તેમાં કોઈ અનિયમિતતા થઈ હતી, તે તપાસના તારણો બાદ જ સ્પષ્ટ થશે. આક્ષેપો અંગે સંબંધિત પક્ષોનો સત્તાવાર ખુલાસો સામે આવે તો સમગ્ર મામલાની વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબામાં નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ Video

Follow Us
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
g clip-path="url(#clip0_868_265)">