Corona : ભગવાન હવે તો તું એક જ ઉપાય, કોરોના મહામારીથી વિશ્વને બચાવવા ગ્રામજનોએ કર્યો મંદિરમાં હવન

વૈશ્વિક મહામારીમાંથી મુક્તિ મેળવવા માટે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગ્રામજનો દ્વારા મંદિરમાં હવન યજ્ઞ કરી વિશ્વને આ મહામારીમાંથી મુક્તિ મેળવવા શાસ્ત્રીઓ દ્વારા પ્રાર્થના કરાઇ.

Corona : ભગવાન હવે તો તું એક જ ઉપાય, કોરોના મહામારીથી વિશ્વને બચાવવા ગ્રામજનોએ કર્યો મંદિરમાં હવન
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 6:24 PM

Corona : અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના રામપરા ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ સૂવાયમાતાજી ના મંદિર ખાતે વૈશ્વિક મહામારીના કારણે હવન યજ્ઞ કરી આ મહામારીમાં જે પરિવારના સ્વજનો ગુમાવ્યા છે, તેમના આત્માને શાંતિ મળે, સાથે રામપરા ગામ અને સમગ્ર વિશ્વમાંથી આ કોરોના મહામારીમાંથી લોકોને મુક્તિ મળે તે માટે આ શાસ્ત્રીઓ દ્વારા આજે હવન યજ્ઞ કરી પ્રાર્થનાઓ કરી હતી.

જેમાં ગામના સરપંચ સહીત ગામના સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. અને સવારથી સાંજ સુધી આ હવન યજ્ઞ કરાયો હતો. જેથી સ્વજનોના પરિવારને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઇ હતી.

રામપરા ગ્રામ પંચાયત દ્વારા અહીં પીપાવાવ પોર્ટના સહયોગથી વૃંદાવન બાગ આશ્રમ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરાયુ છે. જેથી ગામના લોકોને અહીં જ સારવાર મળી રહે. જેમાં આરોગ્ય વિભાગ તબીબો પણ અહીં હાજર રહે છે. અને ગામના દર્દી ઓ માટે અહીં હોસ્પિટલ ઉભી કરાય હોય તે પ્રકારની સુવિધા અપાય છે. સાથે પીપાવાવ પોર્ટ દ્વારા આ કોવીડ સેન્ટરને ઓક્સિજનના મશીનો આપ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેથી ગ્રામજનોને અન્ય શહેરમાં જવાની જરૂર પડતી નથી અને ગામના સરપંચના કહેવા પ્રમાણે ગામમાં હજુ સુધી કોરોનાના કારણે એક પણ વ્યક્તિનુ મોત નથી થયું. ગ્રામજનો અને સરપંચની સતત જાગૃતાના કારણે ગામ લોકો સતત માસ્ક પેહરી રાખે છે.અને બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.ઉપરાંત ગ્રામજનો ને સૌથી વધુ કુદરત ઉપર આશા રાખી ચાલી રહયા છે.

રાજુલા તાલુકાના નાનકડા એવા રામપરા ગામમાં અગાઉ છુટાછવાયા 10 જેટલા કોરોના કેસ હતા. હાલમાં તમામ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ઉપરાંત તબીબના જણાવ્યા પ્રમાણે દરોજ અહીં 15 ઉપરાંતના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીને અહીં જ દવા આપી સારવાર આપવામા આવે છે જેથી લોકો કોરોનાથી બચી રહ્યા છે.

આમ આ રીતે વૈશ્વિક મહામારી માંથી મુક્તિ મેળવવા માટે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગ્રામજનો દ્વારા મંદિરમાં હવન યજ્ઞ કરી વિશ્વને આ મહામારીમાંથી મુક્તિ મેળવવા શાસ્ત્રીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કોરોનાથી ઝઝૂમી રહેલા યુવા સાહિત્યકારનો વીડિયો જોઈ કુમાર વિશ્વાસ થયા દુ:ખી, તાત્કાલિક સ્વાસ્થ્ય મંત્રી સાથે કરી વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">