કોરોનાથી ઝઝૂમી રહેલા યુવા સાહિત્યકારનો વીડિયો જોઈ કુમાર વિશ્વાસ થયા દુ:ખી, તાત્કાલિક સ્વાસ્થ્ય મંત્રી સાથે કરી વાત

યુવાનોના પ્રિય કવિ ડો. કુમાર વિશ્વાસે (Dr Kumar Vishwas) પોતાની ઝડપી સક્રિયતા બતાવી અને ફરી એક વાર તેના લાખો ચાહકોનું દિલ જીતી લીધું છે. યુવા સાહિત્યકાર અને યુવા સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા નીલોત્પલ મૃણાલની ​​તબિયત ખરાબ હોવાનો એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો હતો.

કોરોનાથી ઝઝૂમી રહેલા યુવા સાહિત્યકારનો વીડિયો જોઈ કુમાર વિશ્વાસ થયા દુ:ખી, તાત્કાલિક સ્વાસ્થ્ય મંત્રી સાથે કરી વાત
Dr. Kumar Vishvas
Rahul Vegda

| Edited By: Kunjan Shukal

May 13, 2021 | 5:29 PM

યુવાનોના પ્રિય કવિ ડો. કુમાર વિશ્વાસે (Dr Kumar Vishwas) પોતાની ઝડપી સક્રિયતા બતાવી અને ફરી એક વાર તેના લાખો ચાહકોનું દિલ જીતી લીધું છે. યુવા સાહિત્યકાર અને યુવા સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા નીલોત્પલ મૃણાલની ​​તબિયત ખરાબ હોવાનો એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો હતો.

તે વીડિયોનો ઉલ્લેખ કરતાં ડો.કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, નીલોત્પલ મૃણાલનો નંબર મોકલો અને ત્યાં સુધી તેમની સંભાળ રાખજો કે જ્યાં સુધી તે એક દમ સ્વસ્થ ન થઈ જાય”

આના થોડા સમય પછી જ તેણે બીજી ટ્વીટ કરી, “વાત થઈ ગઈ છે.” નિલોત્પલના CT રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવતાની સાથે જ અમે તેને રાંચી કે દિલ્હી બોલાવી લઈશું. તેમનું સ્વસ્થ રહેવું જરૂરી છે. ખાસ ગભરાટ ઊભી ન કરશો. ભગવાન ન કરે, પરંતુ જો આ જરુર પડશે, તો તેને દેશની શ્રેષ્ઠ સારવાર મળશે.”

કુમારે આ આશ્વાસન આપતા ટ્વીટ કર્યા પછી તરત જ તેમણે ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ ટ્વીટ કર્યું કે, આરોગ્ય પ્રધાન પ્રિય ભાઈ બન્ના ગુપ્તા જી સાથે વાત કરી. તેઓ નિલોત્પલનો તાત્કાલિક સંપર્ક કરીને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સંભાળની ખાતરી આપી રહ્યા છે. તમે બધા નિશ્ચિત રહો હિન્દીનું વર્તમાન એટલું નબળું નથી કે તે તેના ભવિષ્યની કાળજી પણ ન લઈ શકે ”

તેમની ટ્વીટ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતા આરોગ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભાઈ કુમાર વિશ્વાસ જી, સિવિલ સર્જનને તેમની વધુ સારી સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે, આપ જરા પણ ચિંતા ના કરશો. નીલોત્પલ જીની તબિયતની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.”

સોશિયલ મીડિયા પર કુમાર વિશ્વાસની આ પહેલ બાદ તેના ચાહકો દ્વારા તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કુમાર વિશ્વાસ લોકોને મદદ કરવા માટે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ રોગચાળા દરમિયાન તેણે પોતાના પ્રયત્નોથી અત્યાર સુધીમાં સેંકડો લોકોનો જીવ બચાવ્યો છે.

આ પણ વાંચો: આદર પૂનાવાલા 20 મે પછી મહારાષ્ટ્રમાં કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ પહોંચાડશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati