Corona lockdown: કોવિડ ટાસ્ક ફોર્સની સરકારને સલાહ, કહ્યું દેશભરમાં લગાવાય લોકડાઉન, ચેન તોડવા 15 દિવસ જરૂરી

Corona lockdown: કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા સરકારને સુચન કરવામા્ં આવ્યું છે કે દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની જરૂરિયાત છે. સંક્રમણની ચેન તોડવા 15 દિવસનું લોકડાઉન જરૂરી છે.

| Updated on: May 03, 2021 | 3:18 PM

Corona lockdown: કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા સરકારને સુચન કરવામા્ં આવ્યું છે કે દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની જરૂરિયાત છે. સંક્રમણની ચેન તોડવા 15 દિવસનું લોકડાઉન જરૂરી છે. કોવિડ ટાસ્ક ફોર્સમાં એઈમ્સ અને ICMRના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની હજી બાકી છે કે જેને લઈને લોકો નિયમ પાળે તો મેના અંતમાં બીજી લહેરમાંથી બહાર આવીશું.

મે મહિનાના બીજા અઠવાડિયામાં પીક આવવાની શક્યતા છે. દેશમાં રોજ 5થી 6 લાખ કોરોના કેસ સામે આવી શકે છે. લોકો નિયમો નહીં પાળે તો બીજી લહેર લાંબી ચાલે તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લૉકડાઉન લાગી ગયું છે,
મહારાષ્ટ્ર અને પંજાબમાં મિની લૉકડાઉન લાગુ કરાયું છે જ્યારે કે UPમાં વિકેન્ડ લૉકડાઉન અને MPમાં 7મે સુધી જનતા કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યો છે.

કોરોનાની બીજી લહેરને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વેક્સીન પોલીસી પર બીજી વખત વિચાર કરવા માટે કહ્યું છે. કેન્દ્ર હાલ પોતે 50 ટકા વેક્સિન ખરીદે છે, બાકી 50 ટકા વેક્સિનને કંપનીઓ સીધી જ રાજ્યો અને ખાનગી સંસ્થાનોને વેચી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોમાં લોકોને જીવવાનો અધિકાર અને તેમાં સ્વાસ્થ્યનો અધિકાર સંકળાયેલો છે, તેને સ્પષ્ટ રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છો.

કેન્દ્ર અને રાજ્ય કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા પર સતત વિચાર કરી રહ્યાં છે. કોર્ટ નબળા તબક્કા પર પડનાર લોકડાઉનની સામાજિક-આર્થિક અસરથી વાકેફ છે. એવામાં જો સંક્રમણ રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવે છે તો એ પહેલા આ તબક્કાની જરૂરિયાતોને પુરી કરવા બાબતે ધ્યાન આપવું જોઈએ.

હોસ્પિટલ લોકલ આઈડી પ્રુફના નામે દર્દીઓને દાખલ કરવા અને જરૂરી દવાઓ આપવાથી ઈન્કાર ન કરે. કેન્દ્ર હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના મુદ્દે બે સપ્તાહમાં નેશનલ પોલીસી બનાવે. આ પોલીસીને તમામ રાજ્યોએ માનવી પડશે. કેન્દ્ર વેક્સિન નિર્માતાઓને વ્યાજબી ભાવ કરવાનું કહે. તમામ વેક્સીન પોતે ખરીદે અને તે પછી રાજ્યો માટે તેનું એલોટમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">