CORONA: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે થઈ શકે છે બંધ, આજે સાંજે 4:00 વાગ્યે યોજાશે બેઠક

રાજ્યમાં એક પછી એક મદિરો બંધ થઈ રહ્યાં છે ત્યારે હવે ગાંધીનગર ખાતે આવેલું પ્રખ્યાત અક્ષરધામ મંદિર પણ બંધ થવાના સંકેત મળી રહ્યા છે. આ માટે BAPS ટ્રસ્ટ અને સંતોની સાંજે 4 વાગ્યે એક બેઠક મળવાની છે તેમાં નિર્ણય લેવાશે.

CORONA: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે થઈ શકે છે બંધ, આજે સાંજે 4:00 વાગ્યે યોજાશે બેઠક
Gandhinagar's Akshardham temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 1:28 PM

રાજ્યમાં એક પછી એક મદિરો બંધ થઈ રહ્યાં છે ત્યારે હવે ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલું પ્રખ્યાત અક્ષરધામ મંદિર (Akshardham temple) પણ બંધ થવાના સંકેત મળી રહ્યા છે. આ માટે BAPS ટ્રસ્ટ અને સંતોની સાંજે 4 વાગ્યે એક બેઠક મળવાની છે તેમાં નિર્ણય લેવાશે.

કરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના પગલે અક્ષરધામ મંદિરમાં હાલ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ (visitors) આવતા હોય છે, પણ અત્યારે તેમની દૈનિક સંખ્યા ઘટીને દૈનિક 500 થી 600 જેટલી રહી ગઈ છે.

કોરોનાને પગલે આ મંદિરો પહેલાંથી જ બંધ કરી દેવાયાં છે

ગુજરાતમાં ભક્તિ (Worship)ને પણ કોરોના (Corona)નું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોનાના વધતા કેસોના પગલે રાજ્યના મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દ્વારકા મંદિર બંધ કરાતાં વેપારીઓનો વિરોધ

કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચોઃ Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

g clip-path="url(#clip0_868_265)">