રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા 108 અને 104 ઈમરજન્સી કોલમાં ઘટાડો, તંત્રએ લીધો રાહતનો શ્વાસ

કોરોનાના કેસ ઘટતા વેઈટિંગમાં ઘટાડો થયો. સાથે જ 108 અને 104 ઈમરજન્સી દ્વારા રાહતનો શ્વાસ પણ લેવાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા 108 અને 104 ઈમરજન્સી કોલમાં ઘટાડો, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 12, 2021 | 5:03 PM

રાજ્યમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ બુલેટ ગતિએ આગળ વધ્યું. જેમાં કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા હતા. જેને લઈને 108 અને 104 હેલ્પલાઈન પર કોલનું એટલું ભારણ વધ્યું કે લોકોને કલાકો સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી. ત્યારે કોરોનાના કેસ ઘટતા વેઈટિંગમાં ઘટાડો થયો. સાથે જ 108 અને 104 ઈમરજન્સી દ્વારા રાહતનો શ્વાસ પણ લેવાયો છે.

જો 108 દ્વારા જાહેર કરેલી માહિતી જોઈએ તો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

1) 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતેનો કોલ વોલ્યુમ જે એપ્રિલ 21ના પહેલા અઠવાડિયામાં સરેરાશ 10 હજાર હતો, જે એપ્રિલ 21ના ત્રીજા અઠવાડિયામાં 64 હજાર થયો હતો. મે 21ના પહેલા અઠવાડિયાથી કોલ વોલ્યૂમ સરેરાશ ઘટતો આવ્યો છે અને મે 21ના પહેલા અઠવાડિયામાં સરેરાશ કોલ વોલ્યુમ 10 હજાર હતો.

2) ગુજરાત રાજયમાં 108 મારફતે પ્રતિસાદ આપવામાં આવેલી ઈમરજન્સીમાં એપ્રિલ 21ના પ્રથમ સપ્તાહમાં 42% જેટલી COVID-19 સંબંધિત ઈમરજન્સી હતી, જ્યારે એપ્રિલ 21ના ત્રીજા અઠવાડિયામાં 62% પર પહોંચી હતી, જ્યારે અમદાવાદમાં એપ્રિલ 21ના પ્રથમ સપ્તાહમાં સરેરાશ COVID-19 સંબંધિત ઈમરજન્સી 59% હતી.

3) એપ્રિલ 21ના ત્રીજા અઠવાડિયામાં 91% પર પહોંચી હતી. મે 21માં COVID-19 સંબંધિત ઈમરજન્સીમાં ઘટાડાનું વલણ જોવામાં આવેલ છે અને મે 21ના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં COVID-19 સંબંધિત ઈમરજન્સી 50% અને અમદાવાદ માટે 54% નોંધવામાં આવેલ છે.

4) કોવિડ અને નોન-કોવીડ ઈમરજન્સીને વધુ સારો પ્રતિસાદ આપવા માટે એમ્બ્યુલન્સને કોવિડ અને નોનકોવિડ એમ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. 108 ઈમરજન્સી સેવાનો રિસ્પોન્સ ટાઈમ જે એપ્રિલ 21ના ત્રીજા સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં વધીને 2 કલાક અને અમદાવાદમાં 4થી 5 કલાકનો થવા પામેલ હતો. જે ઘટીને હાલ ગુજરાતમાં 30 મિનિટ અને અમદાવાદ માટે 25 મિનિટનો થયેલ છે.

5) આ જ પ્રકારના વલણ 104 હેલ્થ હેલ્પલાઈનમાં પણ જોવા મળ્યું છે. એપ્રિલ 21ના ત્રીજા સપ્તાહ દરમિયાન COVID-19 સંબંધિત માહિતી માટે ગુજરાતમાંથી 4500 કોલ્સ/દિવસ અને અમદાવાદમાંથી 1900 કોલ્સ/દિવસ પ્રાપ્ત થયેલ હતા. જે ઘટીને ગુજરાતના 550 કોલ્સ/દિવસ અને અમદાવાદના 250 કોલ્સ/દિવસ થયેલ છે.

6) 104 હેલ્થ હેલ્પલાઈનમાં માર્ચ 20થી COVID-19 સંબંધિત 4.89 લાખ કોલ્સ પ્રાપ્ત થયા છે તથા રસીકરણ સંબંધિત અને માટે 1.53 લાખ કોલ્સ અને ગુજરાતભરમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા 3.19 લાખ દર્દીઓને ઘર બેઠા સારવાર પૂરી પાડવામાં આવી છે.

7) 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ ૨૦થી 12.59 લાખ ઈમરજન્સીને પ્રતિસાદ આપેલ છે તથા માર્ચ 20થી કુલ 2.02 લાખ જેટલા COVID-19ના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ પણ વાંચો: Cricket: એકવાર ઠોકર ખાધા બાદ કોઈ કચાસ રાખવા નથી માંગતુ BCCI, ટીમ ઈન્ડીયા માટે કરી આકરી વ્યવસ્થા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">