Cricket: એકવાર ઠોકર ખાધા બાદ કોઈ કચાસ રાખવા નથી માંગતુ BCCI, ટીમ ઈન્ડીયા માટે કરી આકરી વ્યવસ્થા

કોરોના વાઈરસને લઈને IPLની 14મી સિઝનને સ્થગીત કરવી પડી હતી. જોકે BCCI વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ને લઈને ખૂબ જ ચીવટ રાખી છે, કોઈપણ સંજોગોમાં કોઈ કમી છોડવા માટે તૈયાર નથી.

Cricket: એકવાર ઠોકર ખાધા બાદ કોઈ કચાસ રાખવા નથી માંગતુ BCCI, ટીમ ઈન્ડીયા માટે કરી આકરી વ્યવસ્થા
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 12, 2021 | 4:19 PM

કોરોના વાઈરસને લઈને IPLની 14મી સિઝનને સ્થગીત કરવી પડી હતી. જોકે BCCI વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ને લઈને ખૂબ જ ચીવટ રાખી છે, કોઈપણ સંજોગોમાં કોઈ કમી છોડવા માટે તૈયાર નથી. તેના માટે બોર્ડે મહત્વના પગલા ભરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ ઈંગ્લેંડના સાઉથમ્પટનમાં ન્યૂઝિલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમશે. જે મેચ 18 જૂનથી 22 જૂન વચ્ચે રમાનારી છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ત્યારબાદ ટીમ ઈંગ્લેંડ સામે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. બીસીસીઆઈ જોકે હાલમાં આઈસીસી પાસે યુકે સરકાર તરફથી અધિકૃત હેલ્થ એડવાઈઝરીની રાહ જોઈ રહ્યુ છે. બીસીસીઆઈએ ખૂબ કોશિષ કરી હતી, પરંતુ આઈપીએલ 2021 કોરોના વાઈરસનો શિકાર બની ચુકી હતી.

બાયોબબલમાં આયોજીત તે ટુર્નામેન્ટમાં કોરોના વાયરસ કેવી રીતે ઘુસ્યો એ જાણવા માટે પણ બોર્ડ પ્રયાસો કરી રહ્યુ છે. આઈપીએલમાં જે થયુ તેના પરથી શીખ લઈને બીસીસીઆઈ ઈંગ્લેંડ પ્રવાસ માટે સુરક્ષા જાળવવા મોટા પગલા ભરવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં જ બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન હેઠળ રહેશે તમામ ખેલાડીઓ

મીડિયા રિપોર્ટસનુસાર બીસીસીઆઈએ નિર્ણય કર્યો છે કે, ભલે અત્યારે યુકે સરકાર તરફથી અધિકૃત હેલ્થ એડવાઈઝરી નથી મળી. પરંતુ પોતાના તરફથી શક્ય તમામ કોશિષ કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા ઈંગ્લેંડ જતા પહેલા ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ અને તેમના પરિવારને બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન હેઠળ રાખનાર છે. જે ક્વોરન્ટાઈન મુંબઇમાં હશે.

મુંબઈમાં રહેવાવાળા ખેલાડીઓને તે શરત પર એક સપ્તાહની છુટ મળશે કે તેઓ પોતાના ઘરમાં જ આઈસોલેટ રહેશે. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે ઈંગ્લેન્ડ જનારા સમુહના 90 ટકા સભ્યોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. આ તમામને કોવિશિલ્ડ વેક્સીન આપવામાં આવી છે. બોર્ડને આશા છે કે, ઈંગ્લેંડમાં આ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. જો તેમ નહીં થાય તો બીસીસીઆઈ જાતે જ વેક્સિનની વ્યવસ્થા ગોઠવશે.

ઘરે જ કરાશે કોરોના ટેસ્ટ

બીસીસીઆઈ દ્વારા એમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે તે ઈંગ્લેંડ જનારા તમામ ખેલાડીઓ અને તેમના પરીવારજનોનો તેમના ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ માટે બોર્ડ મેનેજર તમામના ઘરે મેડિકલની ટીમ મોકલશે. જ્યાં ઘરના તમામ સભ્યોનો ટેસ્ટ કરશે.

જે ટેસ્ટ આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે. તેના બાદ જ ટીમના ખેલાડી મુંબઈ પહોંચશે, જ્યાં ઈંગ્લેંડ જતા અગાઉ તેઓ પરિવાર સાથે ક્વોરન્ટાઈન હેઠળ રહેશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજીંક્ય રહાણે જે મુંબઈમાં રહી રહ્યા છે. તેમને બેના બદલે એક સપ્તાહ ક્વોરન્ટાઈનમાં રહેવાની છુટ મળી શકે છે.

આ પણ વાંચો: Corona:મહામારીમાં વધુ એક ખેલાડીનું મોત, અર્જૂન અવોર્ડ વિજેતા ભારતીય દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી વી ચંદ્રશેખરનુ કોરોનાથી નિધન

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">