Congress : આ તે કેવી ‘દશા’ અને દિશા ! હાર્દિકથી માંડીને આર.પી.એન સિંઘ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના દિગ્ગજ નેતા છો઼ડી ચૂક્યા છે કોંગ્રેસનો ‘હાથ’

હાલમાં (Congress)પાર્ટી સૌથી પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે કોંગ્રેસની હાલત એવી છે કે વર્ષો જૂની આ પાર્ટીમાંથી દિગ્ગજ અને અનુભવી નેતૃત્વ ધરાવતા મંત્રીઓ પક્ષ છોડીને અન્ય પક્ષોના (BJP)પાલવે બંધાઈ ગયા છે.

Congress : આ તે કેવી 'દશા' અને દિશા ! હાર્દિકથી માંડીને આર.પી.એન સિંઘ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના દિગ્ગજ નેતા છો઼ડી ચૂક્યા છે કોંગ્રેસનો 'હાથ'
Including Hardik many Veteran leaders leave Congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 12:39 PM

હાલમાં (Congress) પાર્ટી સૌથી પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે કોંગ્રેસની હાલત એવી છે કે વર્ષો જૂની આ પાર્ટીમાંથી દિગ્ગજ અને અનુભવી નેતૃત્વ ધરાવતા મંત્રીઓ પક્ષ છોડીને અન્ય પક્ષોના (BJP) પાલવે બંધાઈ ગયા છે. કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓનું પલાયન અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે અત્યાર સુધીના નામ જોઈએ તો વરિષ્ઠ  અને યુવા નેતા હાર્દિક પટેલ સહિત આર.પી.એન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતન પ્રસાદ, હેમંત વિશ્વા સરમા, પેમા ખાંડુ સહિતના ઘણા નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે અને તેમાંથી મોટા ભાગના  ભાજપમાં જોડાયા છે.

વર્ષ 2014ની ચૂંટણી બાદ જોઈએ તો વર્ષ 2016થી વર્ષ 2020 સુધીમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેમાંથી મોટા ભાગના ભાજપમાં છોડાયા છે. તો વર્ષ 2019ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સાત રાજ્યસબા સભ્યો (43.8) ટકા સભ્યો બીજી પાર્ટીમાં જોડાયા હતા. 2014 બાદ પક્ષ છોડી ચૂકેલા કોંગ્રેસની નેતાની વાત કરીએ તો જંયતિ નટરાજન, જી.કે. વાસન. જ્યોરિરાદિત્ય સિઁધિયા, ટોમ વડડ્કન સહિત ઘણાનો સમાવેશ થાય છે.

આર. પી.એન સિંહઃ

પરડૌના રાજઘરાના સાથે સંબંધ ધરાવતા તથા ભૂતપૂર્વ રાજા અને પૂર્વ કેંદ્રીય મંત્રી આરપીએન સિંહે કોંગ્રેસ છોડતા કહ્યું હતું કે આજે કોંગ્રેસની એવી પરિસ્થિતિ છે નિસ્વાર્થભાવે કોંગ્રેસની સેવા કરનારા પક્ષ છોડી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જયંતિ નટરાજન

પૂર્વ કેન્દ્રીય મંત્રી જંયતિ નટરાજને 30જાન્યુઆરી 2015ના રોજ કોંગ્રેસ છોડી હતી તેમની પર ભ્રષ્ટાતારનો આરોપ લાગેલો હતો જોકે તેમણે કોંગ્રેસછોડતી વખતે રાહુલ ગાંધી તથા અન્ય વરિષ્ઠ નેતા પર પોતાને બલિનો બકરો બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

જ્યોતિરાદિત્ય સિંધિયા

રાહુલ ગાંધીએ બનાવેલી યુવા બ્રિગ્રેડમાંથી નીકળી કોંગ્રેસનો સાથ છોડનારા નેતામાં સૌથી વધુ ચર્ચા જ્યોતિરાદિત્ય સિંધિયાની થઈ હતી. રાહુલ ગાંધીની સૌથી નજીકના ગણતા સિંધિયા મધ્ય પ્રદેશમાં ચૂંટણીના સમયે મુખ્યમંત્રી પદ અંગે શરૂ થયેલા મતભેદ બાદ સિંધિયાએ કોંગ્રેસને ટાટા બાય કહી દીધું હતું.

ટોમ વડક્કન

લગભગ 20 વર્ષથી સોનિયા ગાંધીના સૌથી નજીક મનાતા ટોમ વડ્ડકને પક્ષ છોડી દીધો હતો. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઇક સમયે પાર્ટીએ લીધેલા સ્ટેન્ડનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદતેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

ચૌધરી વિરેન્દ્ર સિંહ

હરિયાણાના કોંગ્રેસના નેતા ચૌધરી વિરેન્દ્ર સિંહ વર્ષ 2014માં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. જોકે તેમણે તત્કાલિન સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાના વિરોધમાં પાર્ટી છોડી હતી. બાદમાં તેઓ બીજેપીની ટિકીટ પર હરિયાણામાંથી જીત્યા અને કેન્દ્રીય મંત્રી બન્યા.

રીટા બહુગુણા જોષી

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ રીટા બહુગુણા જોષીએ વર્ષ 2016માં કોંગ્રેસ છોડી હતી. પછી તેઓ બીજેપીની ચીકીટ પર લખનઉથી ધારાસભ્ય બન્યા હતા.

રંજીત દેશમુખ

મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રંજીત દેશમુખે સંગઠન પર આરોપ લગાવીને કોંગ્રેસ છોડી દીધી હતી.

હેમંત વિસ્વા સરમા

હાલમાં અસમના સીએમ હેમંત વિસ્વ સરમા પણ વર્ષ 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તો થોડા સમય પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ એપ્રિલ મહિનામાં ટ્વિટ કરીને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

માનિક સાહા

ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.અને બાદમાં ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

પેમા ખાંડુ

અરુણચાલ પ્રદેશમાં પેમા ખાંડુ સહીતના કોંગ્રેસના 40થી વધુ ધારાસભ્યોએ પાર્ટી છોડીને  પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત પણ ઘણા એવા નામ છે જેઓ કોંગ્રેસનો હાથ છોડી ગયા છે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓની યાદી આ મુજબ છે.

સુનીલ જાખરે

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખરે પણ કોંગ્રેસ છોડી દીધી છે. રાહુલ ગાંધીની ‘સંમતિ’ છતાં તેઓ પંજાબના મુખ્યમંત્રી ન બની શક્યા ત્યારથી સુનીલ જાખડ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી નારાજ હતા.

રિપુન બોરા

એપ્રિલમાં કોંગ્રેસને આસામમાં મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે રિપુન બોરા, પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે રાજ્ય કોંગ્રેસમાં આંતરકલહને ટાંકીને પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા છે.

અશ્વિની કુમારે રાજીનામું આપી દીધુ હતું

ફેબ્રુઆરીમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વિની કુમારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોનો અંત લાવ્યો.

કેપ્ટન અમરિંદર સિંહ, નારાયણ રાણે, લુઇજિન્હો ફલેરો, જીતિન પ્રસાદ, એન. બિરેન સિંહ, પેમા ખાંડુ, સુષ્મિતા દેવ, પી.સી.ચાકો શંકર સિંહ વાઘેલા, હરકસિંહ રાવત ,લલિતેશ ત્રિપાઠી

g clip-path="url(#clip0_868_265)">