વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ માગ, કોરોનાના નવા વેરિઅન્ટ બાબતે ચિંતા વ્યક્ત કરી

આફ્રિકી દેશોમાં નવા વેરિઅન્ટનું સંક્રમણ ગુજરાત રાજ્યમાં ન ફેલાઈ અને રાજ્યની પ્રજા સુરક્ષિત રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ રજૂઆત કરી છે. વધુમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપ સરકાર ફરી કોરોના ફેલાવવાનું કામ ન કરે અને પ્રજાની ચિંતા કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 5:56 PM

વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ માગ કરી છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખી તેઓએ સરકારને રજૂઆત કરી છે. જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકી દેશોના પ્રતિનિધીઓને આમંત્રણ અપાયુ છે.

ત્યારે આફ્રિકી દેશોમાં નવા વેરિઅન્ટનું સંક્રમણ ગુજરાત રાજ્યમાં ન ફેલાઈ અને રાજ્યની પ્રજા સુરક્ષિત રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ રજૂઆત કરી છે. વધુમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપ સરકાર ફરી કોરોના ફેલાવવાનું કામ ન કરે અને પ્રજાની ચિંતા કરે.

વાયબ્રન્ટ સમિટને લઇને તડામાર તૈયારીઓ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ- 2022 ને સફળ બનાવવા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેને લઈને નાણાં વિભાગના મુખ્ય સચિવ જે.પી.ગુપ્તાની અધ્યક્ષતામાં ડેલિગેશન અમેરિકાના પ્રવાસે રવાના થયા છે. જે 5 ડિસેમ્બર સુધી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રોડ શો કરશે. તેમજ ભારતીય મૂળના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગકારો, રોકાણકારો સાથે બેઠક કરશે. ન્યુયોર્કમાં NASDAQ ની મુલાકાત લેશે. અને બ્લુમબર્ગના CEO માઈક બ્લુમબર્ગ સાથે બેઠક કરશે.જેમાં GIFT સિટીમાં સંભવિત રોકાણ અંગે ચર્ચા કરશે.

સાથે સાથે વર્લ્ડબેંક, IFC, MIGA ના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. અને તેમને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપશે. મહત્વનું છે કે તારીખ 10થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજાશે. જેમાં 10 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉપરાંત ગ્લોબલ ટ્રેડ ફેર શોનો ઉદઘાટન સમારોહ યોજાશે. આ દિવસીય વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">