AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોસ્ટ ગાર્ડે આઝાદીનો અમૃત મહોત્સવના ભાગરૂપે વોકેથોન અને સાઇક્લોથોનનું આયોજન કર્યું

ગાંધીનગર ખાતે મંગળવારે યોજવામાં આવેલી આવેલી વોકેથોન અને સાઇક્લોથનમાં ભાગ લેનારા ભારતીય તટરક્ષક દળના 75 કર્મીઓમાં તટરક્ષક દળ પ્રદેશ કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા પણ સામેલ થયા હતા.

Gujarat માં કોસ્ટ ગાર્ડે આઝાદીનો અમૃત મહોત્સવના ભાગરૂપે  વોકેથોન અને સાઇક્લોથોનનું આયોજન કર્યું
Coast Guard organizes walkathon and cyclothon across Gujarat as part of Independence Amrut Mahotsav
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 1:24 PM
Share

ભારતીય તટરક્ષક દળ(Indian Coast Guard)(ઉત્તર પશ્ચિમ)ના પ્રાદેશિક વડામથક અને કમાન્ડ અંતર્ગત આવતા યુનિટ્સ દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ગાંધીનગર(Gandhinagar)  પોરબંદર અને ઓખા ખાતે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ પ્રદેશ હેઠળ આવતા તમામ ભારતીય તટરક્ષક દળના યુનિટ્સે આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમુદ્રી પોલીસ, તટવર્તીય સમુદાય અને અન્ય નાગરિક એજન્સીઓએ પણ પોરબંદર અને ઓખા ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં સમાન જુસ્સા સાથે ભાગ લીધો હતો.

ગાંધીનગર ખાતે મંગળવારે યોજવામાં આવેલી આવેલી વોકેથોન અને સાઇક્લોથનમાં ભાગ લેનારા ભારતીય તટરક્ષક દળના 75 કર્મીઓમાં તટરક્ષક દળ પ્રદેશ કમાન્ડર (ઉત્તર પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા પણ સામેલ થયા હતા.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કૂલની બેદરકારી, મંજુરી ન હોવા છતાં ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ગલવાન ઘાટી બાદ,હવે ઓલિમ્પિકમાં પણ ચીનને પછડાટ, પહેલવાન દીપકે ચીની પહેલવાનને હરાવ્યો,પહોંચ્યા સેમીફાઇનલમાં

g clip-path="url(#clip0_868_265)">