ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સોમવારે યોજાનારી શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે
cms of fourstates will be present at the swearing in ceremony of gujaratcm bhupendra patel

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે.જેમાં કર્ણાટકના બસવરાજ બોમાઈ, ગોવાના પ્રમોદ સાવંત, આસામના હિમતા બિશવા શરમા, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે.

ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel)રાજભવન ખાતે સોમવારે બપોરે 2. 20 કલાકે સીએમ પદની શપથ લેશે.આ શપથ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.  ભૂપેન્દ્ર પટેલે રવિવાર સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો  હતો.

તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શનિવાર સાંજથી ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા નામોની ચર્ચા ચાલી હતી. જો કે આખરે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડે ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરી હતી. જેની જાહેરાત વિધાયક દળની બેઠકમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat માં મુખ્યમંત્રીની નિમણૂક બાદ મંત્રીમંડળમાં આવશે ધરખમ ફેરફારો

આ  પણ વાંચો: જાણો કોણ છે ગુજરાતના નવા સીએમ Bhupendra Patel

Click on your DTH Provider to Add TV9 Gujarati