જાણો કોણ છે ગુજરાતના નવા સીએમ Bhupendra Patel

સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel ) સીએમ બન્યા છે.

જાણો કોણ છે ગુજરાતના નવા સીએમ Bhupendra Patel
Know who is the new CM of Gujarat Bhupendra Patel

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)હાલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવે છે. તેઓ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા છે.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાં કરેલુ છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.

ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નરેન્દ્ર તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમજ એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે કે હવે વર્ષ  2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડાશે.

આ પણ વાંચો : Gujarat New CM LIVE Update: ભાજપે ગૃહપ્રધાન અમિત શાહનાં લોકસભા વિસ્તાર અને આનંદીબહેનનાં માજી વિધાનસભા વિસ્તારમાંથી ભૂપેન્દ્ર પટેલની CM તરીકેની પસંદગી કરી એક તીર અનેક નિશાન પાડ્યા

આ પણ વાંચો :  ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત

 

Click on your DTH Provider to Add TV9 Gujarati