AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં છોટાઉદેપુરમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છોટાઉદેપુરમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 6:38 AM
Share

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે.અને નવા નીરની આવક થઇ છે.ત્યારે ભારે વરસાદને પગલે ગાબડીયા ગામનો નીચાણવાળા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો.

ગુજરાત(Gujarat) ના હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘમહેર વરસી રહી છે. જેમાં સોમવારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં(Chhota udaipur)સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ(Rain)ખાબક્યો છે. જેમાં બોડેલીમાં 2.3 ઇંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ વરસાદ સંખેડા અને કવાંટમાં 1.4 ઈંચ, નસવાડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે.અને નવા નીરની આવક થઇ છે.ત્યારે ભારે વરસાદને પગલે ગાબડીયા ગામનો નીચાણવાળા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોતર પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ બે ભાગમાં વહેંચાયું છે.અને રસ્તો બંધ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

છોટાઉદેપુરના ગાબડીયાનો કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્કૂલના વિદ્યાર્થીઓને જીવના જોખમે રસ્તો ખેડવાનો વારો આવ્યો.સ્કૂલ છૂટતા જ વિદ્યાર્થીઓએ ઘરે વહેલા પહોંચવા માટે જીવનું જોખમ ખેડ્યું હતું અને વહેતા પાણી વચ્ચેથી રસ્તો પસાર કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

છોટા ઉદેપુર તાલુકાના રંગપુર મોટી સઢલી ગામ પાસેથી પસાર થતી સાકેત નદીમાં ભારે પૂર આવ્યું છે. સાકેત નદી પર આવેલા લોલેવલ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કૉઝવે પાણીમાં ગરકાવ થઈ જતા સામે કાઠે આવેલા ચારથી પાંચ ગામના લોકો અવર જવર માટે મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ઓસર્યા બાદ જ સામે કાઠે રહેતા લોકો અવર જવર કરી શકશે.

આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદીએ કરી સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે મુલાકાત, દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા

આ પણ વાંચો : AHMEDABAD : વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડ્યો, ખેડૂતોમાં આનંદ

Published on: Sep 21, 2021 06:36 AM
g clip-path="url(#clip0_868_265)">