AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ નરેન્દ્ર મોદીએ કરી સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે મુલાકાત, દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા

19મી સપ્ટેમ્બરે પ્રિન્સ ફૈઝલે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો તેમજ રક્ષા, વ્યાપાર, રોકાણ અને ઉર્જાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી.

પીએમ નરેન્દ્ર મોદીએ કરી સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે મુલાકાત, દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા
પીએમ નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 11:59 PM
Share

સાઉદી અરેબિયાના (Saudi Arab) વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહેમાન અલ સઉદ (Prince Faisal bin Farhan Al Saud) ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે. આ દરમિયાન આજે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બેઠક દરમિયાન દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદનું સ્વાગત કરીને આનંદ થાય છે. આ દરમિયાન ચાલી રહેલી દ્વિપક્ષીય સહયોગની પહેલ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

ત્રણ દિવસની મુલાકાત બાદ પ્રિન્સ ફૈઝલ બિન રહેમાન અલ સઉદ 20 સપ્ટેમ્બરની રાત્રે ન્યૂયોર્ક જવા રવાના થશે. પ્રિન્સ ફૈઝલ વિદેશ મંત્રી તરીકે પ્રથમ વખત ભારત આવ્યા છે. 19મી સપ્ટેમ્બરે પ્રિન્સ ફૈઝલે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો તેમજ રક્ષા, વ્યાપાર, રોકાણ અને ઉર્જાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી.

જયશંકરે બેઠકને ‘મૈત્રીપૂર્ણ અને ઉપયોગી’ ગણાવી

મંત્રણા પછી જયશંકરે બેઠકને “મૈત્રીપૂર્ણ અને ઉપયોગી” ગણાવી હતી અને અફઘાનિસ્તાન, ગલ્ફ પ્રદેશ અને ઈન્ડો-પેસિફિક પર અલ સઉદ સાથેના વિચારોનું “ખૂબ જ ઉપયોગી આદાન-પ્રદાન” કર્યું હતું. વિદેશ મંત્રીએ ટ્વીટર પર કહ્યું કે તેમણે જલદીથી સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા આગ્રહ કર્યો અને તેઓએ કોવિડ સંબંધિત તમામ પડકારો પર સાથે કામ કરવા માટે સંમતિ દર્શાવી.

અલ સઉદ શનિવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા. મહામારી ફાટી નીકળ્યા બાદ સાઉદી અરેબિયાના મંત્રીની આ પહેલી ભારત યાત્રા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે ચર્ચા કરી અને સંરક્ષણ, વેપાર, રોકાણ અને ઉર્જાના ક્ષેત્રોમાં સંબંધોને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી. જયશંકરે ભારતને ગલ્ફ દેશોની મુસાફરી પરના પ્રતિબંધોને વધુ હળવા કરવા હાંકલ કરી અને કોવિડ -19 મહામારી દરમિયાન ભારતીય સમુદાયને સમર્થન આપવા બદલ દેશની પ્રશંસા કરી.

આ પણ વાંચો :  પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

આ પણ વાંચો :  Mumbai: ગણપતિ વિસર્જન દરમિયાન વર્સોવા બીચ પર ડૂબેલા ત્રણ બાળકોમાંથી બેના મળ્યા મૃતદેહ, એક હજી પણ ગુમ

g clip-path="url(#clip0_868_265)">