CHHOTA UDEPUR: નસવાડીમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા

CHHOTA UDEPUR: દક્ષિણ ગુજરાતમાં ડાંગ, દાહોદના કતવારા અને છોટાઉદેપુરના નસવાડીમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 18, 2021 | 6:56 PM

CHHOTA UDEPUR: દક્ષિણ ગુજરાતમાં ડાંગ, દાહોદના કતવારા અને છોટાઉદેપુરના નસવાડીમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. છોટાઉદેપુરના નસવાડીમાં વાતાવરણમાં અચાનક બદલાયું હતું અને વાદળ બંધાયા હતા. વાદળો બંધાવાને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. નસવાડીમાં અચાનક પડેલા વરસાદના કારણે કપાસ અને કપાસિયાને ઢાંકવા ખેડૂતોમાં દોડાદોડ થઈ હતી. રાજ્યમાં એકબાજુ દિવસે ગરમી અને સાંજે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, એમાં કમોસમી વરસાદે પણ ડોકિયું કરતા CHHOTA UDEPURના નસવાડીના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

 

આ પણ વાંચો: IPL Auction 2021: આદિલ રાશિદ અને મુઝીબ ઉર રહમાન સહિતના સ્પિનરોને પણ કોઈ ખરીદનાર ના મળ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">