ઝઘડીયા જીઆઈડીસીમાં ઘુસી આવેલા દિપડાને પકડવા વન વિભાગે ગોઠવ્યા પાંજરા

ઝઘડીયા જીઆઈડીસીમાં ઘુસી આવેલા દિપડાને પકડવા વન વિભાગે ગોઠવ્યા પાંજરા

  ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં દિપડો આવી ચડ્યો છે. જીઆઈડીસી અને તેની આસપાસ, દિપડો ફરતો હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. માનવ વસાહતની વચ્ચે આવી ચડેલા, દિપડાને પકડવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અને આસપાસના આદીવાસી વિસ્તારમાં, છેલ્લા 10 વર્ષમાં દિપડાની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. અને અવારનવાર માનવ વસાહતમાં આવી ચડે છે. એક […]

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 7:23 PM

 

ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં દિપડો આવી ચડ્યો છે. જીઆઈડીસી અને તેની આસપાસ, દિપડો ફરતો હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. માનવ વસાહતની વચ્ચે આવી ચડેલા, દિપડાને પકડવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અને આસપાસના આદીવાસી વિસ્તારમાં, છેલ્લા 10 વર્ષમાં દિપડાની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. અને અવારનવાર માનવ વસાહતમાં આવી ચડે છે.

એક ખાનગી કંપનીના, કમ્પાઉન્ડ દિવાલ ઉપર ચડેલા,  દીપડાને એક સ્થાનિકે કેમેરામાં કેદ કરી વાઇરલ કર્યો હતો. આ વિસ્તારમાં, બે- ત્રણ દિવસથી, દીપડો નજરે પડતો હોવાની, ફરિયાદ મળતાં વનવિભાગે, પાંજરા ગોઠવી દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગોમાં, રોજગારી માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો, અવરજવર કરે છે. જયારે જીઆઇડીસીની આસપાસ. મોટી વસ્તી ધરાવતા ગામડાઓ પણ આવેલા છે. દીપડાએ નજીકના સમયગાળામાં એક બકરાનો શિકાર પણ કર્યો હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચોઃગુજરાતનું ગૌરવઃ વિશ્વના મહાન ક્રિકેટરને તેમના જન્મદિવસે ICCએ ટ્વીટ કરી કર્યા યાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati